News Continuous Bureau | Mumbai
જેડીયુના(JDU) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ(Former National President) આરસીપી સિંહના(RCP Singh) રાજીનામા(Resignation) બાદ બિહારનું(Bihar) રાજકારણ ગરમાયું છે.
મીડિયા રિપોર્ટ મુજબ બિહારના મુખ્યમંત્રી(Bihar Chief Minister) નીતિશ કુમારે(Nitish Kumar) કોંગ્રેસ(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) સાથે ફોન પર વાત કરી છે.
કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર અને સોનિયા ગાંધી વચ્ચે લાંબી વાતચીત થઈ છે.
જો કે બંને નેતા વચ્ચે કયા મુદ્દા પર ચર્ચા થઈ છે તે અંગે કોઈ જાણકારી મળી નથી.
આ બધાની વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ભાજપ(BJP) અને જેડીયુ વચ્ચે કડવાશ વધી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : મધ્ય પ્રદેશમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની નિષ્ફળ કોશિશ-પોલીસે હિરાસતમાં લીધા- સર સંઘચાલક મોહન ભાગવત પાસે પહોંચીને આ કામ કરવા માંગતા હતા