Site icon

ભાજપ અધ્યક્ષ નડ્ડાએ નવી ટીમની ઘોષણા કરી .. કેટલાક યુવા ચહેરાને જવાબદારી સોંપાઈ તો કેટલાકને બાકાત કરાયાં.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 સપ્ટેમ્બર 2020

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ (JP Nadda) આજે પોતાની નવી ટીમની ઘોષણા કરી છે. આ નવી ટીમમાં દેશના વિવિધ રાજ્યોના અનુભવી નેતાઓને સ્થાન મળ્યું છે. જ્યારે, ઘણા નેતાઓને જેપી નડ્ડાની આ નવી ટીમમાંથી બાકાત પણ રાખવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ આજે ​​તેની પાર્ટીના રાષ્ટ્રીય અધિકારીઓનાં નામની ઘોષણા કરી છે. ડો.રમનસિંહ, મુકુલ રોય, અન્નપૂર્ણા દેવી, બાયજયંત જય પંડાની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેજસ્વી સૂર્યની યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. છત્તીસગઢથી માત્ર ડૉ.રમન સિંઘને સેન્ટ્રલ ટીમમાં સ્થાન મળ્યું છે. સરોજ પાંડેને રાષ્ટ્રીય મહામંત્રી પદ પરથી હટાવી દેવાયા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ટીમમાં 12 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. જેમાં ત્રણ પૂર્વ મુખ્ય પ્રધાનો રમનસિંહ, રઘુબરદાસ અને વસુંધરા રાજે સિંધિયા ઉપાધ્યક્ષ પદ પર સમાવેશ થાયો છે. જ્યારે 23 પ્રવક્તાઓ નિમવામાં આવ્યાં છે.

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version