ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓક્ટોબર 2020
બિહારમાં રાજકારણની ગરમી દિવસેને દિવસે વધી રહી છે. પહેલા રાઉન્ડ માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ દરમિયાન અનેક પક્ષોના ઉમેદવારો પોતાનો દાવો રજૂ કરવામાં વ્યસ્ત છે, પરંતુ ભોજપુર જિલ્લામાં એક અનોખી ઘટના પ્રકાશમાં આવી છે.
ભોજપુર જિલ્લામાંથી સીપીઆઈ (એમ.એલ.) ના ઉમેદવાર નામાંકન ભરવા પહોંચ્યા હતા. જેવા તેઓ ઉમેદવારી પત્રો ભરી બહાર આવતાની સાથે જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેઓ સમર્થકોના લાવલશ્કર સાથે નામાંકન ભરવા આવ્યાં હતાં. ત્યારે જાણવા મળ્યું કે બિહાર પોલીસે અજાણ્યા વાહનમાંથી અનેક લોકોની ધરપકડ કરી છે.

તે જ સમયે, બિહિયાની ઓસાઇ પંચાયતના વડાની પણ જગદીશપુરના શાહપુર વિધાનસભા મત વિસ્તારના અપક્ષ ઉમેદવાર તરીકે બિહિયા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ બક્સર કોર્ટમાંથી વોરંટ ઇસ્યુ કરાયું હતું. ઘણા સમયથી આ બંનેની શોધ ચાલી રહી હતી. આમ બિહાર પોલીસે આરોપીઓ ને નામાંકન ભરતાની સાથે જ બે આરોપી રાજકારણીઓ ની ધરપકડ કરી જનતાનો વિશ્વાસ જીતી લીધો હતો..