ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 ઓગસ્ટ 2020
બિહારમાં કોરોના વાયરસના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને બિહાર રાજ્ય સરકારે 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. આજે (સોમવારે) બિહાર સરકારના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, લોકડાઉન રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી યથાાવત રહેશે. જોકે, લોકડાઉનમાં અમુક છુટછાટ આપવામાં આવી છે.
જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ
#દુકાનો અને બજારોના સમય અને બાકી નિયમોના હિસાબથી જરૂરી પ્રતિબંધના આધિન સંચાલિત કરવાની પરવાનગી આપવામાં આવશે.
#પ્રદેશમાં શૉપિંગ મોલ, ધર્મ સ્થળ હજુ પણ ખુલશે નહીં.
#રેસ્ટોરાને માત્ર હોમ ડિલીવરીની અનુમતિ મળશે.
#સરકારી-ખાનગી ઓફિસમાં માત્ર 50 ટકા કર્મચારીને આવવાની પરવાનગી હશે. જોકે, જરૂરી સેવાઓ માટેની ઓફિસોને તેમાંથી મુક્ત રાખવામાં આવી છે.
#ઈમરજન્સી સેવાઓ ખુલ્લી રહેશે. દુકાનોને વહીવટીતંત્ર તરફથી જારી રેસ્ટોરાના અનુસાર ખોલવાની પરવાનગી હશે.
#કંન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી તમામ ગતિવિધિ ચાલુ રહેશે.
#રાતે 10 વાગ્યા બાદ નાઈટ કર્ફ્યુ જારી રહેશે.
#6 સપ્ટેમ્બર સુધી બિહારમાં કેટલીક શરતોની સાથે દુકાન અને બજાર ખોલવામાં આવશે. બજારને ખુલવાનો સમય સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હશે.
#મોલ, સ્કુલ, કોલેજ, કોચિંગ સેન્ટર, જિમ, પાર્ક, હોટલ, સિનેમા હોલ પહેલાની જેમ બંધ રહેશે.
#રાજ્યમાં બસો દોડશે નહીં. જોકે આવશ્યક સેવાઓવાળી કચેરીને તેમાંથી મુક્ત રાખવામાં આવી છે…