News Continuous Bureau | Mumbai
Bihar Monsoon Session: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે ફરી એકવાર વિધાનસભામાં પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. વાસ્તવમાં ચોમાસુ સત્રના ત્રીજા દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમાર ગૃહમાં જાતિ આધારિત મતગણતરી અંગે સ્પષ્ટતા આપી રહ્યા હતા. આ દરમિયાન વિપક્ષના ધારાસભ્યો હોબાળો કરી રહ્યા હતા. એટલે નીતીશ કુમારને ગુસ્સો આવી ગયો અને એકવાર ફરી વિધાનસભામાં પોતાનું ભાન ભૂલ્યા. મુખ્યમંત્રી એ આરજેડીના ધારાસભ્યને કહ્યું કે, અરે મહિલા છો, કંઈ ખબર નથી તમને. આ પછી વિવાદ વધુ વકર્યો હતો.
महिला हो कुछ जानती हो? महिलाओं पर ओछी, गैर वांछित, असभ्य, अशिष्ट एवं निम्नस्तरीय टिप्पणियाँ करना मा॰ मुख्यमंत्री नीतीश कुमार की आदत में शुमार हो चुका है। प्रदेश के लिए यह अत्यधिक गंभीर व चिंतनीय विषय है।
CM ने कुछ दिन पूर्व आदिवासी वर्ग की BJP की महिला MLA पर भी सुंदरता संबंधित… pic.twitter.com/XdTiok7uIU
— Tejashwi Yadav (@yadavtejashwi) July 24, 2024
Bihar Monsoon Session:2005 પછી અમે જ મહિલાઓને આગળ લઈ ગયા
બિહાર વિધાનસભામાં વિપક્ષ પર નારાજ નીતીશ કુમારે પછી શ્રેય લેતા કહ્યું કે 2005 પછી અમે જ મહિલાઓને આગળ લઈ ગયા હતા. તેથી જ તે આજે આટલું બોલી શકવા સક્ષમ છે. તેમણે ગૃહમાં કહ્યું, ‘તમે જાણો છો કે અમે આ કામ કરાવ્યું અને તમે અમારી સાથે હતા ત્યારે આ બધા લોકોએ સમર્થન કર્યું હતું અને જ્યારે તમામ લોકોએ સર્વસંમતિથી સમર્થન આપ્યું હતું, ત્યારે તમે એક મહિલા છો, તમને કંઈ ખબર નથી. આ લોકોએ ક્યારેય કોઈ મહિલાને આગળ વધારી નથી. 2005 બાદથી જ મહિલાને આગળ વધારવાનું શરૂ કર્યું છે ને. તેથી કહી રહ્યા છીએ, ચૂપચાપ સાંભળો. અમે તો સંભળાવીશું, પરંતુ તમે નહીં સાંભળો તો એ તમારી ભૂલ છે.
Bihar Monsoon Session:પટના હાઈકોર્ટે અનામત પર સ્ટે લગાવી દીધો
સીએમ નીતિશ કુમારે કહ્યું કે પટના હાઈકોર્ટે અનામત પર સ્ટે લગાવી દીધો છે. આ પછી રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. તેને નવમી અનુસૂચિમાં સામેલ કરવા માટે પણ સરકારને વિનંતી કરવામાં આવી છે. તેમણે કહ્યું, ‘તમે લોકો જેઓ આવી વાતો કરો છો, આ લોકો ભૂલી જાય છે કે અમે તમને કેટલું અને કઈ રીતે કહીને આ કામ કરાવ્યું હતું. આ મારી ઈચ્છા હતી અને બધા સંમત થયા.
આ સમાચાર પણ વાંચો : Agniveer Reservation: ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત: પૂર્વ અગ્નિવીરને BSF, CISF, SSB અને RPFની નોકરીમાં મળશે 10 ટકા અનામત..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)