News Continuous Bureau | Mumbai
Bihar Rail Network : માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધુબની જિલ્લાના લોહના ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ત્રણ નવનિર્મિત રેલ્વે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરી અને બિહારને ચાર નવી ટ્રેનોની ભેટ આપી. માનનીય પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જે ટ્રેનોને લીલી ઝંડી આપી હતી તેમાં જયનગર પટના નમો ભારત રેપિડ રેલ અને સહરસા-લોકમાન્ય તિલક અમૃત ભારત એક્સપ્રેસ અને બે પેસેન્જર ટ્રેનોનો સમાવેશ છે.
નમો ભારત રેપિડ રેલ વિશે વિગતો આપતાં, રેલવે બોર્ડના માહિતી અને પ્રચાર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિલીપ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે બે શહેરો વચ્ચે હાઇ-સ્પીડ, આધુનિક રેલ પરિવહનનું સ્વપ્ન હવે વાસ્તવિકતા બની ગયું છે. નમો ભારત રેપિડ રેલ એ અમૃતકાલમાં ભારતીય રેલ્વેના વિકાસનો નવો સારથિ છે. આ ટ્રેન દેશના આંતરિક ભાગોમાં સ્થાનિક લોકોને શહેરી મુસાફરી માટે આધુનિક સુવિધાઓની ખાતરી આપે છે. તેમણે કહ્યું કે નમો ભારત રેપિડ રેલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઇન્ટરસિટી ટ્રેન જયનગરને પટના સાથે જોડશે. 16 કોચમાં 2 હજારથી વધુ મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ટ્રેનનું સંચાલન બિહારના વિકાસને નવી ગતિ આપવા જઈ રહ્યું છે. આ ટ્રેન જયનગર અને પટના વચ્ચે મધુબની, દરભંગા, સમસ્તીપુર, બેગુસરાય, મોકામા અને પટના જિલ્લાઓને જોડશે.
અમદાવાદ-ભુજ પછી આ દેશની બીજી ‘નમો ભારત’ ઝડપી રેલ સેવા છે. આનાથી બે શહેરો વચ્ચેનું અંતર તો ઘટશે જ, સાથે સાથે બિહારના સપનાઓને પણ નવી ઉડાન મળશે.
ઝડપી એક્સેલરેશન અને આધુનિક બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે. તેના બંને છેડે ડ્રાઇવિંગ કેબ હોવાથી, તેને ટર્નઅરાઉન્ડની જરૂર પડશે નહીં, અનાથી સમય ની બચત થશે. નમો ભારત સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ છે અને એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલી બેઠકો સાથે આવે છે.
ટ્રેનમાં વેક્યુમ-આધારિત મોડ્યુલર શૌચાલય, દિવ્યાંગ અનુકુળ શૌચાલય અને ધૂળ-પ્રૂફ સીલબંધ ગેંગવે પણ છે, જે ટ્રેનની મુસાફરીને વધુ સ્વચ્છ, સુલભ અને શાંતિપૂર્ણ બનાવે છે. આ ટ્રેનની એક ખાસ વાત એ છે કે તે ‘કવચ’ સુરક્ષા સિસ્ટમથી સજ્જ છે. દરેક કોચમાં સીસીટીવી કેમેરા, ફાયર ડિક્ટેશન સપ્રેશન સિસ્ટમ અને ઇમરજન્સી ટોક-બેક સિસ્ટમ સલામત મુસાફરીની ખાતરી આપે છે.
ટ્રેનના કોચમાં ઓટોમેટિક દરવાજાવાળા સેમી પરમાનેન્ટ કપ્લર્સ યુક્ત છે, જે મુસાફરોને કોઈ પણ પ્રકારનો ઝટકો અનુભવવા દેતા નથી. આ હાઇ સ્પીડ મુસાફરીને સરળ અને સુરક્ષિત બનાવે છે. ટ્રેનમાં રૂટ-મૅપ ઇન્ડિકેટર પણ છે, જે દરેક સ્ટેશન વિશે માહિતી પ્રદાન કરશે. ઓપન લાઇન રેલ્વેમાં આ સુવિધા પહેલીવાર પૂરી પાડવામાં આવી રહી છે. ઇમરજન્સી લાઇટિંગ, એલઇડી લાઇટિંગ અને અલ્ટ્રા મૉર્ડન ડિઝાઇન મુસાફરોને શાંત અને સારી રીતે પ્રકાશિત વાતાવરણ પૂરું પાડે છે.
સહરસા અને લોકમાન્ય તિલક વચ્ચે દોડતી અમૃત ભારત એક્સપ્રેસ વિશે વાત કરતા, રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે અમૃત ભારત 2.0 ટ્રેન ભારતીય રેલવેની એક આધુનિક પહેલ છે. આ ટ્રેન સામાન્ય મુસાફરોને ઓછા ભાડામાં સારી સુવિધાઓ, આરામ અને સ્વદેશી ટેકનોલોજીનો અનુભવ આપે છે. આ ટ્રેન ખાસ કરીને મધ્યમ વર્ગ અને અંત્યોદય માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેના કોચ સંપૂર્ણપણે ભારતમાં બનેલા છે અને આત્મનિર્ભર ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. અમૃત ભારત ટ્રેન સુવિધાજનક છે. તેનો દેખાવ અને ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષક છે. તે પ્રીમિયમ ટ્રેનનો અનુભવ આપે છે. રેલ્વેનો પ્રયાસ છે કે સામાન્ય માણસ પણ ગૌરવ અને આરામથી મુસાફરી કરી શકે અને આ વિચારને ધ્યાનમાં રાખીને આ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
પર્યાવરણ પ્રતિ જાગૃતિ, ઉર્જા સંરક્ષણ અને મુસાફરોની સુવિધા – આ ત્રણ પહલું આ ટ્રેનની ઓળખ છે. આ ટ્રેન દેશના વિકાસની નવી ગતિ અને બદલાતા ભારતના દેખાવની ઝલક છે. અમૃત ભારત એક્સપ્રેસની સલામતી સુવિધાઓ સમજાવતા તેમણે કહ્યું કે
સુરક્ષા અને ટેકનિકલ દૃષ્ટિકોણથી અમૃત ભારત 2.0 ટ્રેનમાં ઘણા મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. સલામતીને ધ્યાનમાં રાખીને, કપ્લરમાં ક્રેશ ટ્યુબ અને EP-આસિસ્ટેડ બ્રેક સિસ્ટમ આપવામાં આવી છે, જે ઝડપી બ્રેક લાગી શકશે. તે સંપૂર્ણપણે સીલબંધ ગેંગવે અને વેક્યુમ ઇવેક્યુએશન સિસ્ટમથી સજ્જ છે. દરેક કોચમાં ટોક બેક યુનિટ અને ગાર્ડ રૂમમાં રિસ્પોન્સ યુનિટ હોવાથી મુસાફરોની સલામતી વધુ મજબૂત બનાવવામાં આવી છે. નોન-એસી કોચમાં પહેલીવાર ફાયર ડિટેક્શન સિસ્ટમની સુવિધા મુસાફરોની સલામતીમાં એક નવી ક્રાંતિ છે.
આ સમાચાર પણ વાંચો: Medha Patkar arrested :સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, આ 23 વર્ષ જૂના કેસમાં થઈ મોટી કાર્યવાહી..
અમૃત ભારત 2.0 સાથે, ભારતીય રેલ્વેમાં પહેલીવાર, ટ્રેનમાં સેમી-ઓટોમેટિક કપ્લરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ટ્રેનને જોડતી વખતે કે અલગ કરતી વખતે કોઈ આંચકો કે અવાજ થતો નથી. તેમાં સ્થાપિત ડિફોર્મેશન ટ્યુબ અથડામણની સ્થિતીમાં આંચકો ઘટાડે છે, જેનાથી મુસાફરોની સલામતી વધે છે. આ રેક લોકોમોટિવ સાથે મળીને માત્ર સ્થિરતા જ નહીં પરંતુ સૌથી વધુ ગતિ અને વધુ સારી હેન્ડલિંગ ક્ષમતા પણ સુનિશ્ચિત કરે છે.
આ ટ્રેન એલએચબી પુશ-પુલ ટ્રેન છે. સારી ગતિ માટે, તેના બંને છેડા પર એન્જિન લગાવવામાં આવ્યા છે, જે ઉર્જાનો વપરાશ ઘટાડે છે. ટ્રેન ઝડપથી વેગ પકડી શકે છે અને બ્રેક લગાવી શકે છે. ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિ પણ તેને ગતિમાં માસ્ટર બનાવે છે. તેના કોચમાં ફોલ્ડેબલ સ્નેક્સ ટેબલ, મોબાઈલ હોલ્ડર, ફોલ્ડેબલ બોટલ હોલ્ડર જેવી સુવિધાઓ છે. ઉપરાંત, રેડિયમ ઇલ્યૂમિનેટેડ ફ્લોરિંગ સ્ટ્રીપ, એર સ્પ્રિંગ બોગી વગેરે જેવી સુવિધાઓ મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે. દરેક શૌચાલય ઇલેક્ટ્રો-ન્યુમેટિક ફ્લશિંગ સિસ્ટમ, ઓટોમેટિક સાબુ ડિસ્પેન્સર અને એરોસોલ-આધારિત ફાયર સેપ્રેશન પ્રણાલી જેવી સુવિધાઓથી સજ્જ છે, જે સ્વચ્છતા અને સલામતીને પ્રાથમિકતા આપે છે. દરેક મુસાફર માટે ઝડપી મોબાઇલ ચાર્જિંગ પોર્ટ, પેન્ટ્રી કાર અને વધુ સારી અને આરામદાયક બેઠકો પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, દિવ્યાંગો માટે ખાસ શૌચાલયોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી બધા મુસાફરોને સમાન સુવિધાઓ મળી શકે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.