Bihar Rail Network : બિહારને મળશે અમૃત ભારત એક્સપ્રેસ અને નમો ભારત રેપિડ રેલની સૌગાત, વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારતનું સંગમ બનશે બિહાર

Bihar Rail Network : બિહારમાં પહેલેથી જ ઘણી વંદે ભારત એક્સપ્રેસ કાર્યરત કરવામાં આવી છે, જ્યારે એક અમૃત ભારતીય એક્સપ્રેસનું સંચાલન પહેલાથી જ દરભંગા અને આનંદ વિહાર ટર્મિનલ વચ્ચે વાયા અયોધ્યા કરવામાં આવી રહયું છે.

by kalpana Verat
Bihar Rail Network Rail Boost for Bihar, PM Modi to Flag Off Namo Bharat, Amrit Bharat Trains
Bihar Rail Network :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત રેપિડ રેલને આધુનિક ભારતીય રેલ્વેની ત્રિવેણી ગણાવી છે. આ ત્રિવેણીની બે નવી ટ્રેનોનું સંચાલન બિહારથી થવાનું છે.  બિહારમાં પહેલેથી જ ઘણી વંદે ભારત એક્સપ્રેસ કાર્યરત કરવામાં આવી છે, જ્યારે એક અમૃત ભારતીય એક્સપ્રેસનું સંચાલન પહેલાથી જ દરભંગા અને આનંદ વિહાર ટર્મિનલ વચ્ચે વાયા અયોધ્યા કરવામાં આવી રહયું છે.  તાજેતરમાં, રેલ્વેએ બિહાર માટે ઘણા નવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. પૂરતા ભંડોળની ફાળવણી પ્રોજેક્ટ્સના નિર્માણ કામ ને પણ ગતિ પ્રાપ્ત થઇ છે જેના કારણે, પ્રોજેક્ટ્સ ઝડપી ગતિએ પૂર્ણ થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના આવા ત્રણ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. નવી ટ્રેનોના સંચાલન અને નવનિર્મિત પ્રોજેક્ટ્સ શરૂ થવાથી બિહારનું રેલ્વે પરિદ્રશ્ય પહેલા કરતાં વધુ સારું બનશે. પ્રોજેક્ટ્સમાં સુપૌલ પિપરા નવી લાઇન, ખાગરિયા અલૌલી નવી લાઇન અને હસનપુર વિથાન નવી લાઇનનો સમાવેશ થાય છે. આ નવી લાઇનો પર બે પેસેન્જર ટ્રેનોનું સંચાલન પણ શરૂ કરવામાં આવશે. પરંતુ બિહારના લોકોમાં સૌથી વધુ ઉત્સાહ સહરસા થી લોકમાન્ય તિલક વચ્ચે શરૂ થઈ રહી નમો ભારત રેપિડ રેલ અને અમૃત ભારત એક્સપ્રેસના સંચાલનને લઈને છે.
નમો ભારત રેપિડ રેલ વંદે ભારત એક્સપ્રેસ સાથે ભારતની નવી ઓળખ બની ગઈ છે. ટૂંકા અંતરના શહેરો વચ્ચે વિશ્વ કક્ષાની રેલ સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે રચાયેલ નમો ભારત રેપિડ રેલને ઇન્ટરસિટી ટ્રાવેલના ક્ષેત્રમાં એક નવો સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. પહેલા નમો ભારત રેપિડ રેલ નું સંચાલન ગુજરાતના અમદાવાદ અને ભૂજ વચ્ચે કરવામાં આવ્યું અને હવે બીજી નમો ભારત રેપિડ રેલ જયનગર અને પટના વચ્ચે કાર્યરત કાવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ નમો ભારત પાસે ૧૨ એરકન્ડિશન્ડ કોચ હતા, પરંતુ બિહારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જયનગર-પટણા નમો ભારત રેપિડ રેલમાં ૧૬ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૨૦૦૦ થી વધુ મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે છે. નમો ભારત રેપિડ રેલ જે મેડ ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવેલ  છે. ઘણી નવી સલામતી અને મુસાફરોની સુવિધા સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેનમાં કવચ સુરક્ષા સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત બધા કોચમાં સીસીટીવી અને ફાયર ડિટેક્શન સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. ઇમરજન્સી સ્થિતિ માં મેનેજર સાથે મુસાફર વાત કરી શકે. આના માટે દરેક કોચમાં ઇમરજન્સી ટોકબેક સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસ ની જેમ પર નમો ભારત રેપિડ રેલમાં પણ બંને છેડે લોકો પાયલોટ કેબ લગાવવામાં આવી છે, જેથી એન્જિન રિવર્સલ થવાની સમસ્યા દૂર થાય છે. આ ટ્રેનમાં મુસાફરો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની એર્ગોનોમિકલી ડિઝાઇન કરેલી બેઠકો છે જે ખૂબ જ આરામદાયક છે. ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે  ટાઇપ સી અને ટાઇપ એ ચાર્જિંગ સોકેટ્સ લગાવવામાં આવ્યા છે. ટ્રેનના બધા શૌચાલયોને આધુનિક વેક્યુમ આધારિત બનાવવામાં આવ્યા છે. દિવ્યાંગો માટે અલગ ફ્રેન્ડલી શૌચાલયની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ટ્રેનમાં આ ઓટોમેટિક દરવાજા અને ડસ્ટ પ્રૂફ શિલ્ડ ગેંગવે ની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનમાં અર્ધ-કાયમી કપ્લર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેનની જેમ રેલ્વે ઓપન લાઇનમાં પહેલીવાર દરેક કોચમાં રૂટ મેપ ઇન્ડિકેટર ની વ્યવસ્થા કરવામાં આવી છે જે મુસાફરોને આગામી સ્ટેશનો વિશે માહિતી પ્રદાન કરશે.
 
સહરસાથી લોકમાન્ય તિલક ટર્મિનસ સુધી ચલાવવામાં આવતી  અમૃત ભારત એક્સપ્રેસ દેશની ત્રીજી અમૃત ભારત એક્સપ્રેસ છે. પ્રથમ બે અમૃત ભારતીય એક્સપ્રેસ ટ્રેનો દરભંગાથી આનંદ વિહાર ટર્મિનલ અને માલદા ટાઉનથી સર એમ વિશ્વેશ્વરૈયા ટર્મિનલ બેંગલુરુ વચ્ચે ચલાવવામાં આવી રહી છે. આ અમૃત ભારત એક્સપ્રેસને ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ આધુનિક ટ્રેનનું નિર્માણ મેડ ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી, શ્રી પેરામ્બુર, ચેન્નાઈ માં કરવામાં આવ્યું છે. ટ્રેનમાં પુશ એન્ડ પુલ ટેકનોલોજી છે જેથી ગાડીઓ બંને દિશામાં ચલાવી શકાય છે. વંદે ભારત જેવી સુવિધા આ નોન એસી એક્સપ્રેસમાં પૂરી પાડવામાં આવી છે.  તેના બધા કોચ સ્લીપર અને નોન એસી અનરિઝર્વ્ડ ક્લાસના હશે. આ ટ્રેનમાં વિમાનની જેમ ફોલ્ડેબલ સ્નેક્સ ટેબલ, મોબાઈલ હોલ્ડર, ફોલ્ડેબલ બોટલ હોલ્ડર રેડિયમ એલિમિટેડ ફ્લોરિંગ સ્ટ્રીપ અને સ્પ્રિંગ બોડી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, જે મુસાફરીને વધુ આરામદાયક બનાવશે. આ ટ્રેનના શૌચાલયોમાં ઇલેક્ટ્રો ન્યુમેટિક ફ્લશિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે શૌચાલયોને સ્વચ્છ રાખવામાં મદદ કરશે અને પાણીનો વપરાશ પણ ઘટાડશે. સાબુ ડિસ્પેન્સર અને એરોસોલ આધારિત અગ્નિશામક પ્રણાલી પણ સ્થાપિત કરવામાં આવી છે.  
 
મુસાફરો અને ટ્રેન મેનેજર વચ્ચે બંને બાજુ વાતચીત માટે દરેક કોચમાં ઇમરજન્સી ટોકબેક સિસ્ટમ છે. બધા કોચમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. ભારતીય રેલ્વેના નોન-એસી કોચમાં પહેલીવાર ફાયર ડિટેક્શન સિસ્ટમ આપવામાં આવી છે. વાહનની સલામતી વધારવા ઉદ્દેશ્ય થી ઓનબોર્ડ કન્ડિશન મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જેના માધ્યમ થી રીઅલ ટાઇમ વ્હીલ અને બેરિંગનું મોનિટરિંગ શક્ય બનશે. રેલ્વેએ પીપરા અને સહરસા વચ્ચે નવી પેસેન્જર સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે જે નવનિર્મિત સુપૌલ પીપરા લાઇનને પણ જોડશે આજ પ્રમાણે સમસ્તીપુર અને સહરસા વચ્ચે એક નવી પેસેન્જર સેવા શરૂ કરવામાં આવી રહી છે જે બિથન અને અલૌલી થઈને કાર્યરત થશે. આ સેવાઓ શરૂ થવાથી ઉત્તર બિહારના લોકોને ખાસ કરીને મિથિલા ક્ષેત્રના લોકોને ઘણી સુવિધા પ્રાપ્ત થશે.
 
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More