News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બિજનૌર(Bijnor)માં પીએમ મોદી(PM Modi) પ્રત્યે નફરત અને પાકિસ્તાન(Pakistan) પ્રત્યે પ્રેમ વ્યક્ત કરનાર યુવકને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. બિજનૌરના મંદવાર પોલીસે ફેસબુક(Facebook) પર વાંધાજનક પોસ્ટ કરનાર યુવકની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ આરોપી ફૈઝાને ફેસબુક પર પીએમ મોદીનો ફોટો એડિટ કરીને વાંધાજનક રીતે પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં પાકિસ્તાનના ધ્વજ પર દિલ બનાવીને પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ભડકાઉ પોસ્ટ ફેસબૂક પર વાયરલ(facebook post viral) થતાં પોલીસ એક્શનમાં આવી તપાસ શરૂ કરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે ફેસબુક પર ફૈઝાન નામના યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે, જેની તાત્કાલિક નોંધ લઈ મંદવાર પોલીસે આરોપીને પકડી અને મોબાઇલ (Mobile)પણ કબજે કર્યો, જેમાંથી તે ભડકાઉ પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : અટકળો પર પૂર્ણવિરામ-નરેશ પટેલ નહીં જોડાય રાજકારણમાં- આ પ્રોજેક્ટને વધારશે આગળ
એસપી ડૉ. ધરમવીર સિંહે કહ્યું કે પોલીસની એક ટીમ 24 કલાક તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ(Social Media Platform) પર નજર રાખી રહી છે. દરરોજ હજારો ખાતા(accounts)ઓની તપાસ થઈ રહી છે. વાંધાજનક અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. જે કોઈ માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે તેને ચોક્કસ સજા થશે. તેથી, કોઈપણ ભડકાઉ, વાંધાજનક, ભ્રામક પોસ્ટ કરશો નહીં. તેમજ અન્ય જગ્યાએથી પોસ્ટ ફોરવર્ડ કરશો નહીં, અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે. એવી સૂચના આપવામાં આવી છે.