News Continuous Bureau | Mumbai
દેશમાં ૧૫ ઓગસ્ટની સાંજે બિલકિસ બાનો રેપ કેસના (Bilkis Bano Rape Case) ૧૧ આરોપીઓને ગોધરા જેલમાંથી (Godhra Jail) છોડાવવાના કારણે ચારે તરફ રોષ છે. વિરોધ પક્ષ ગુજરાત સરકારની(Gujarat Govt) મુક્તિ નીતિ હેઠળ દોષિતોને મુક્ત કરવા પર સવાલ ઉઠાવી રહ્યો છે. બિલકિસ બાનોના દોષિતોની મુક્તિ(Release of convicts) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) દાખલ કરવામાં આવેલી અરજી પર આજે ગુરુવારે સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે અને મામલાની સુનાવણી બે સપ્તાહ માટે મુલતવી રાખવામાં આવી છે.
અહીં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ (Former President of Congress) રાહુલ ગાંધી(Rahul Gandhi) અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (General Secretary Priyanka Gandhi) ભાજપ(BJP) પર નિશાન સાધતા બિલકિસ બાનો કેસમાં ન્યાયની માંગ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં ૧૧ દોષિતોને મુક્ત કરવા સામે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન બિલકિસ બાનો માટે ન્યાયની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યુ કે, 'બેટી બચાવો' જેવા પોકળ નારા લગાવનારા લોકો બળાત્કારીઓને (Rapists) બચાવી રહ્યા છે. આજે દેશની મહિલાઓના સન્માન અને અધિકારનો પ્રશ્ન છે. બાલકિસ બાનોને ન્યાય આપો.'
આ સમાચાર પણ વાંચો : અરેરે-લોકડાઉનમાં મજૂરોને ફ્લાઈટમાં ઘરે મોકલનારા ખેડૂતે કરી લીધી આત્મહત્યા-કારણ જાણી તમે પણ થઇ જશો ભાવુક
તો બીજી તરફ, ૧૧ દોષિતોની મુક્તિ અને તે પછી તેમના સ્વાગત પર ભાજપના નેતાઓના મૌન પર સવાલ ઉઠાવીને પ્રિયંકા ગાંધીએ કહ્યુ, 'બળાત્કારની સજા મેળવી ચૂકેલ ૧૧ લોકોની મુક્તિ, કેમેરા પર તેમના સ્વાગત-સમર્થનમાં નિવેદનબાજી પર મૌન સાધીને સરકારે પોતાની લાઈન ખેંચી દીધી છે. પરંતુ દેશની મહિલાઓને બંધારણથી આશા છે. બંધારણ અંતિમ પંક્તિમાં ઉભેલી મહિલાને પણ ન્યાય માટે સંઘર્ષનો અહેસાસ આપે છે. બિલકિસ બાનોને ન્યાય આપો.'
ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે બિલકિસ બાનોના ૧૧ દોષિતોની મુક્તિ સામેની અરજી પર સુનાવણી કરતા કહ્યુ કે, સવાલ એ છે કે શું દોષિતો ગુજરાત સરકાર હેઠળ માફી માટે પાત્ર છે. આપણે એ જોવાનુ છે કે આ કેસમાં મગજનો ઉપયોગ થયો કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ કેસમાં તમામ ૧૧ દોષિતોને પક્ષકાર બનાવવામાં આવે. આ સાથે સુપ્રીમ કોર્ટે આ મામલે ગુજરાત સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે. કોર્ટે આ મામલે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે અને મામલાની સુનાવણી બે સપ્તાહ માટે મુલતવી રાખી છે.