News Continuous Bureau | Mumbai
Biparjoy Cyclone Mangrol : માંગરોળ (Mangrol) બંદર ખાતે વર્ષ 2018 માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રૂપિયા 340 કરોડથી વધુના ખર્ચે જેટી (Jetty) બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનું હાલ કામ ચાલી રહ્યું છે પરંતુ આ જેટીની સામે માંગરોળ ખારવા સમાજના પટેલે પ્રમુખ ગંભીર સવાલો ઉઠાવ્યા છે જેટીનો કોઈ મતલબ જ રહેતો નથી 300 કરોડથી વધુ ન કરેલો ખર્ચ હાલ બિનઉપયોગી સાબિત થઈ રહ્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે
આ સમાચાર પણ વાંચો : માંડવીની આ તસવીર સાબિત કરે છે વાવાઝોડા પહેલાની ભયાનકતા, જાણો જખૌ પહેલાના હોટસ્પોટ માંડવીની સ્થિતિ
આ સમગ્ર મુદ્દે આજે માછીમાર સમાજના આગેવાનોએ બંદરની મુલાકાતે આવેલા રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા સમક્ષ રજૂઆતો કરી સરકારના પૈસા પાણીમાં ગયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે ખારવા સમાજના પ્રમુખે આરોપ લગાવ્યો છે કે જેટીની સંપૂર્ણ દિશા જ બદલી નાખી છે સ્થાનિક વર્ષો જુના માછીમાર સમાજના આગેવાનોનો કોઈ અભિપ્રાય લેવા આવ્યો નથી અધિકારીઓ દ્વારા મનઘડત ડિઝાઇનો બનાવી કામ શરૂ કરવામાં આવ્યું છે આ અંગે અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ આજ સુધી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતા જેટીનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે તે જેટી બીનઉપયોગી સાબિત થઈ રહી છે માંગરોળ બંદર પર 1200 મીટર લંબાઈની જેટી બનાવવામાં આવી છે આ જેટીની ઊંચાઈ હાલ 9 મીટર રાખવામાં આવી છે પરંતુ દરિયામાં જ્યારે વધુ કરંટ (Cyclone)હોય ત્યારે જેટીની ઉપરથી પાણી ટપી અને જે જગ્યા પર બોટ રાખવાની હોય છે ત્યાં પાણી આવી રહ્યું છે જેના કારણે માછીમારોની બોટોને ખૂબ જ મોટું નુકસાન થાય તેમ છે
બિપરજોય News
આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત
આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..