Site icon

માઠા સમાચાર. ભારે ઠંડી કે પછી બર્ડ ફ્લુ? રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશ, તમામ જગ્યાએ પક્ષીઓના મરવાનો સિલસિલો ચાલુ. જાણો વિગત…

Bird Flu Surging Outbreak: Caution! A new dangerous strain of bird flu, H5N1, can also infect humans.

Bird Flu Surging Outbreak: Caution! A new dangerous strain of bird flu, H5N1, can also infect humans.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

04 જાન્યુઆરી 2021 

દેશ-દુનિયામાં કોરોના ને લઇ હાલત ખરાબ છે. એવા સમયે ભારતમાં પક્ષીઓમા બર્ડ ફ્લૂના લક્ષણો દેખા દેતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. સાથે જ મધ્યપ્રદેશ, હિમાચલમાં પણ આ રોગ જોવા મળી રહ્યો છે. જ્યારે કેટલાક જગ્યાએ આની પાછળનું કારણ વધુ ઠંડી અને ફૂડપોઇઝનિંગ માનવામાં આવી રહ્યું છે.  મૃત્યુ પામેલા પક્ષીઓના સેમ્પલ્સ ભોપાલની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. 

જૂનાગઢ જિલ્લામાં હાડ થિજાવતી ઠંડી વચ્ચે માણાવદર તાલુકાના બાંટવા ખારાડેમ નજીક રેવન્યુ વિસ્તારમાં એક સાથે 53 પક્ષીના મૃતદેહો મળી આવ્યાં છે. વન વિભાગે આ પક્ષીઓના મોત ફૂડ પોઇઝનિંગ અથવા ઠંડીથી થયાની આશંકા સેવાઈ રહી છે. ગત સાંજે ટીટોડીઓ, બતકો સહિત  53 પક્ષીનાં મૃતદેહો મળી આવતા, વેટરનરી ડોક્ટરે પ્રાથમિક નિરીક્ષણ કરતાં ફૂડ પોઇઝનિંગ અથવા ઠંડીથી મૃત્યુની આશંકા દર્શાવી છે. 

રાજસ્થાનના ઝાલાવાડ, જયપુર સહિત કોટા, બારા, પાલી મા કુલ 245 કાગડાઓના મોતનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ વનવિભાગ અને વેટરનરી ડોકટરો એ કાગડાઓમાં બર્ડ ફ્લુની પુષ્ટિ કરી હતી. 

જ્યારે ઉત્તરપ્રદેશમાં પક્ષીઓના મૃત્યુ ઠંડીને કારણે થઈ રહ્યા છે તેને બર્ડ ફલૂ સાથે કોઈ સંબંધ નથી એમ ડોક્ટરે જણાવ્યું છે. આ બાબતે કેન્દ્રની સરકાર ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વેટેનરી વિભાગ સાથે લગાતાર સંપર્કમાં છે. 

બર્ડ ફ્લૂનાં લક્ષણો સામાન્ય ફ્લૂ જેવાંજ હોય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે અને સતત ઊલટી થાય ત્યારે બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યાનો અણસાર આવતો હોય છે. સતત કફ રહે, નાક વહ્યા કરે, માથું દુઃખ્યા કરે, ગળામાં સોજો આવે, ઝાડા થાય, સતત ઊબકા આવે અને ઊલટી થયા કરે, આંખમાં કન્જક્ટીવાઇટીસની અસર જણાય વગેરે લક્ષણો બર્ડ ફ્લૂના હોઇ શકે છે. ખાસ કરીને મરઘી પાળતા લોકોમાં આ વાઇરસની અસર જલદી થાય છે. 

પોલ્ટ્રી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઝડપભેર બર્ડ ફ્લૂની ચપેટમાં આવી શકે છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version