ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
ક્યારેય ન સાંભળ્યો હોય એવો અજીબોગરીબ કિસ્સો ગુજરાતના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તહસીલના જોટવડ ગામમાં સામે આવ્યો છે. અહીંનો એક રહેવાસી ડરથી કાંપતો કાંપતો જાંબુઘોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ફરિયાદીએ દાવો કર્યો હતો કે ભૂતોની એક ટોળકી તેને પરેશાન કરે છે અને એમાંથી બે ભૂતોએ મારી નાખવાની ધમકી પણ આપી છે. એટલું જ નહિ ભૂતની ટોળકી તેમને વારંવાર આ પ્રકારની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપે છે.
જાંબુઘોડા પોલીસને જ્યારે આ રીતે ભૂત દ્વારા મારી નાખવાવાળી ફરિયાદ મળી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે પોલીસ ખેતરમાં પણ ગઈ, પરંતુ કંઈ થયું નહિ. ત્યાર બાદ પરિવારજનો સાથે વાતચીત કરતાં ખબર પડી કે જેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તે માનસિક રીતે બીમાર છે.
કાંદિવલીમાં ઍન્ટિજેન ટેસ્ટના બહાને એક આરોપી પોલીસના તાબામાંથી એકદમ ફિલ્મી રીતે છૂ થઈ ગયો, જાણો વિગત
સમગ્ર મામલે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ મથકે કોઈ પણ અરજદાર દ્વારા આપવામાં આવતી અરજીને સ્વીકારી અને એની તપાસ કરવી એ તેમની ફરજ છે, જેથી અરજી સ્વીકારવામાં આવી હતી અને એ બાબતે તપાસ કરવામાં આવતાં અરજદાર માનસિક બીમાર હોવાનું માલૂમ પડ્યું હતું. જોકે પોલીસ મથકે આપવામાં આવેલી અરજી પરિજનોની જાણ બહાર જ આપવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. પરિવારે આવીને જણાવ્યુ કે યુવક માનસિક રોગનો દર્દી છે. જોકે તેણે ગત 10 દિવસોથી પોતાની દવા લીધી નથી. પોલીસે ફરિયાદ લઈને યુવકને ઘરે મોકલ્યો હતો.