આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે.
સુરત મહાનગરપાલિકામાં આપને 27 બેઠક મળતા કેજરીવાલે કાર્યકરો સાથે ચૂંટણી સંવાદ યોજ્યો હતો.
આ દરિમયાન અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, રાત્રે 2 વાગ્યે પણ જો કોઇ મદદ માંગવા આવે તો મદદ કરજો. 24 કલાક જનતાની સેવામાં લાગેલા રહેવાનું છે, જે આનંદ તમને જનતાની સેવા કરવાથી મળશે તે કોઇનાથી નહી મળે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં AAP વિપક્ષની ભૂમિકામાં છે.