Site icon

દુશ્મન કા દુશ્મન દોસ્ત.. કટ્ટર વિરોધી ભાજપ -કોંગ્રેસ રાજસ્થાનમાં આ કારણે એક થયા.. જાણો વિગતો. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020

ખુરશી મેળવવા તમામ રાજકારણીઓ લાલચુ બની જતા હોય છે. રાજકારણમાં એક બીજાના ઘોર વિરોધી ગણાતા ભાજપ અને કોંગ્રેસે, રાજસ્થાન જિલ્લા પરિષદ ચૂંટણીમાં પ્રમુખ પદ મેળવવા, ત્રીજી પાર્ટીના એક ઉમેદવારને રોકવા હાથ મિલાવ્યા છે. ડુંગરપુર જિલ્લામાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) દ્વારા ઉભા કરવામાં આવેલાં ઉમેદવારને પોતાના માટે ખતરો માની બન્ને પાર્ટીઓ સાથે આવવાનો નિર્ણય લીધો..

Join Our WhatsApp Community

આનું કારણ છે જિલ્લા પરિષદની ચૂંટણીમાં બીટીપીએ 27 અપક્ષ ઉમેદવારોનું સમર્થન કર્યુ હતું, જેમાંથી 13એ જીત મેળવી હતી. જ્યારે ભાજપને 8 અને કોંગ્રેસને 6 બેઠક મળી હતી. એવામાં જિલ્લા પ્રમુખ પદ પર બીટીપીના જીતવાની સૌથી વધુ તક હતી. જ્યા બીટીપી સમર્થિત તમામ 13 જિલ્લા પરિષદ સભ્યોએ પોતાના ઉમેદવાર પાર્વતી ડોડાને સમર્થન આપ્યુ હતું, બીજી તરફ ભાજપ-કોંગ્રેસના સભ્યોએ ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સૂર્ય અહરીના પક્ષમાં મત આપ્યો હતો, જેથી બીટીપીને જિલ્લા પ્રમુખ પદ પર પહોચતા રોકી શકાય.

જિલ્લા પરિષદના પ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસના કારણથી સુર્યા ને 14 વોટોની સાથે બહુમત મળી. જ્યારે તેમની વિરુદ્ધ ઉભેલી બીટીપી સમર્થિત પાર્વતી ડોડા એક વોટથી પાછળ રહી છે. બીટીપીના સંસ્થાપક છોટાભાઈ વસાવાએ ટ્વીટ કરી રહ્યું કે "બીટીપી નેક છે. એટલા માટે કોંગ્રેસ ભાજપ એક છે."  પીએમ મોદી અને સીએમ ગહેલોત પર પ્રહાર કરતા કહ્યું કે, નવા સંગઠન માટે અભિનંદન. ઉલ્લેખનીય છે કે બીટીપીના રાજસ્થાનના ડુંગરપુરથી બે ધારાસભ્યો છે, જે રાજ્યમાં ગહેલોત સરકારને સમર્થન આપે છે…

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version