224
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 1 નવેમ્બર, 2021
સોમવાર.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા વોર્ડની પુન રચનાનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં સત્તાધારી પાર્ટી શિવસેનાએ પોતાને ફાયદો થાય તે મુજબ વોર્ડની ફેરરચના કરાવી હોવાનો ભાજપે આરોપ કર્યો છે.

પાલિકા પ્રશાસને વોર્ડની ફેરરચાનો ડ્રાફ ઈલેકશન કમિશનને સોંપ્યો છે. બહુ જલદી તેને અંતિમ રૂપ આપવામાં આવશે. એ પહેલા જો કે ભાજપ દ્વારા વોર્ડની પુનરચાનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સોમવારે બપોરના ભાજપના નગરસેવકોએ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલની ઓફિસમાં ગાંધી ટોપી પહેરીને ધુસી ગયા હતા અને કમિશનરને લાલ ગુલાબ આપીને અનોખી ગાંધીગીરી કરીને આંદોલન કર્યું હતું.

સારા સમાચાર : ઓસ્ટ્રેલિયાએ ભારતની આ સ્વદેશી વેક્સિનને આપી મંજૂરી, રોક ટોક વગર કરી શકાશે પ્રવાસ

You Might Be Interested In