ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 મે 2020
મુંબઈ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્યએ એક પત્ર રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખી, નેશનલ હેરાલ્ડના પ્રકાશકો, મેસર્સ એસોસિએટેડ જર્નલને ફાળવેલી જમીન પરત મેળવવા સૂચન કર્યું છે. કેમ કે 1983 માં જે હેતુસર જમીન ફાળવવામાં આવી હતી તેના બદલે તેના પર 11 માળનું બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આથી રાજ્ય સરકારે આ જમીન પરત લેવી જોઈએ ” એવી માંગ પણ ભાજપે પોતાના નિવેદનમાં માંગ કરી. તેમના જણાવ્યા મુજબ બાંદ્રાની આસપાસથી કોરોના ના દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને હાલ જે સેન્ટર છે તે નાના પડી રહ્યા છે અહીં મોટો પ્રશ્ન એ છે કે લોકોને હોમકરોન્ટીન કરવાનું પણ કહી શકાય એમ નથી કારણકે લોકો ગરીબ છે અને ચાલી માં અથવા તો ઝૂંપડપટ્ટીમાં રહે છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડનો ગાંધી પરિવાર સાથે સીધો સંબંધ છે. આ સંપત્તિ ગાંધી પરિવારના નામ ઉપર બોલે છે. જેને લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. આમ ભાજપે ગાંધી પરિવારને સાણસામાં લીધું છે..