Site icon

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ધસાતુ બોલનારા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની ધરપકડની ભાજપે કરી માંગણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

મંગળવાર.

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોળેની મુશ્કેલીઓ વધી શકે છે. કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ નાના પટોળેનો નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વીડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયા બાદ દેશભરમાંથી ભાજપના નેતાઓએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરી સહિત અનેક નેતાઓએ નાના પટોળેની ધરપકડની  માગણી કરી છે.

ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ સોમવારે નાગપુરમાં નાના પટોલે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હવે ભાજપના નેતા રામ કદમે પણ પોતાના વિવાદિત નિવેદનના કારણે મુશ્કેલીમાં મુકાયેલા નાના પટોળેની આકરા શબ્દોમાં ટીકા કરી છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીએ  નાના પટોળે સામે કેસ દાખલ કરવાની અને તેમની ધરપકડની માગણી કરી છે. ભાજપના અન્ય નેતાએ રાજ્યના ગૃહ પ્રધાન, પોલીસ ડાયરેકટોરેટને પટોળે વિરુદ્ધ FIR દાખલ કરવા કહ્યું છે. અન્યથાન રાજ્યભરમાં રસ્તા પર ઉતરવાની ભાજપના નેતાઓ ચીમકી પણ આપી છે.

મહારાષ્ટ્રમાં સિરિયલ કિલર બે બહેનોની ફાંસીની સજા માફઃ બોમ્બે હાઈ કોર્ટે આપ્યો આ ચુકાદો; જાણો વિગત,

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોળેનો વડાપ્રધાન મોદી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતો વિડિયો વાયરલ થયા બાદ ભાજપના નેતાઓએ પટોળેને નિશાના પર લીધા હતા.  ભાજપના નેતા રામ કદમે પટોળેની ટીકા કરતા રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર પર  નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ જાણે છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે જીતી શકશે નહીં. તેથી તેઓ આવા અપમાનજનક વિચારો ધરાવે છે. શું ઠાકરે સરકારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓને કોઈને મારવાની કે અપમાન કરવાની છૂટ આપી છે. જો આ પ્રકરણમાં કોઈ કેસ નોંધવામાં નહીં આવે, તો અમે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરીશું

આ પૂરો વિવાદ નાના પટોળેનો સોશિયલ મિડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ જાગ્યો હતો. જેમાં  પટોળે કહી રહ્યા  છે કે, "હું મોદીને મારી શકું છું, હું તેમને ગાળો પણ બોલી શકું છું " આ વિડિઓ વાયરલ થયા પછી ભાજપના નેતાઓએ નાના પટેલની ટીકા કરી હતી. ભાજપના સખત વિરોધ બાદ નાના પટોળે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે ભંડારા જિલ્લામાં મોદી નામનો ગુંડો રહે છે. તેના વિશે હું વાત કરી રહ્યો હતો.
 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version