ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
બોરીવલી અને આસપાસની હોસ્પિટલોમાં કોવિડ-19 ના દર્દીઓ પાસેથી 5 થી 10 ગણા ભાવો વસૂલવામાં આવી રહ્યા છે, એવો આરોપ મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષના નેતાઓ એ કર્યો છે.નોંધનીય છે કે મુંબઈ મહાનગર પાલિકામાં પણ શિવસેનાનું જ શાસન છે. આવી હોસ્પિટલોમાં અને કેટલીક ખાનગી હોસ્પિટલોમાં તાત્કાલિક ઓડિટ કરાવવાની માંગ ભાજપના નેતાઓએ કરી છે.
વિવિધ હોસ્પિટલ દ્વારા પી પી ઇ કિટ માટે બે લાખ રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે સરકારી ગાઇડલાઇન મુજબ એક પી પી ઈ કિટના વ્યક્તિ દીઠ 2700 રૂપિયા થી વધુ વસૂલી શકાતા નથી. આના પરથી જ ખ્યાલ આવે છે કે હોસ્પીટલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. જ્યારે બીજી બાજુ એક હોસ્પિટલમાં જે બિલ ની કિંમત બે લાખ રૂપિયા હોવી જોઇએ તેના બદલે 13 થી 17 લાખ રૂપિયા વસૂલવામા આવ્યાં હોવાનો કેસ સામે આવ્યો છે.
આમ કહી શકાય કે હોસ્પિટલો દ્વારા થતી ઉઘાડી લૂંટ પર બીએમસી ની કોઈ પકડ નથી અને ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ આરક્ષિત રાખવામાં આવ્યા છે, તેનો કોઈ મતલબ નથી, કારણકે ત્યાં કોઈ ઈલાજ કરવામાં જ આવતો નથી. આમ કહી શકાય કે શિવસેના સાથે મળીને રાજ ચલાવતી મહારાષ્ટ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com