News Continuous Bureau | Mumbai
આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) (આપ)ના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના ચીફ મિનિસ્ટર(National leader and Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwale) બીજેપી(BJP) સામે ચોંકવનારા આક્ષેપ કર્યા છે, તેનાથી રાજ્કીય સ્તરે ખળભળાટ મચી ગયો છે.
અરવિંદ કેજરીવાલના કહેવા અનુસાર ભાજપની કેન્દ્ર સરકાર (Central Govt) દેશમાં વિરોધી પક્ષને ખતમ કરવા માંગે છે. તે માટે વિપક્ષી દળોના નેતાઓ(Leaders of the Opposition Parties), સાંસદ અને ધારાસભ્યોને(MPs and MLAs) ખરીદવાના પ્રયાસ કરી રહી છે. આ લોકોને ખરીદવા માટેના પૈસા તે પેટ્રોલ, ડિઝલ(Petrol, Diesel) તથા અન્ય ઈંધણ(Fuels) સહિતની બીજી વસ્તુઓના ભાવ વધારીને કરી રહી છે. ખાસ કરીને પેટ્રોલ અને ડિઝલથી થતી આવકનો ઉપયોગ તે વિરોધી પક્ષની જે રાજ્યમાં સરકાર(State Govt) છે, તે રાજ્યમાં ધારાસભ્ય ખરીદવા માટે કરી રહી છે. આ રીતે તેણે અત્યાર સુધી 277 વિરોધી પક્ષના ધારાસભ્યોને ખરીદીને વિરોધપક્ષની જે રાજ્યમાં સરકાર છે, તેને તોડી પાડી છે.
કેજરીવાલે તેમના પક્ષ આપના પણ 40 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ કર્યો છે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે ભાજપવાળા ડરાવી-ધમકાવીને કરોડો રૂપિયા ઓફર કરીને સરકારને તોડી રહ્યા છે. ભાજપ અત્યાર સુધી 277 ધારાસભ્યો ખરીદી ચૂકી છે. તે પાછળ 6,300 કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે.
આ સમાચાર પણ વાંચો : ફુલ બાંયનો શર્ટ- અંગવસ્ત્રમ અને ગળામાં રૂદ્રાક્ષની માળા- આદિ શંકરાચાર્યના જન્મસ્થળ પર પીએમ મોદી જોવા મળ્યા અલગ અંદાજમાં- જુઓ ફોટોગ્રાફ્સ
મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર આપના ધારાસભ્ય દુર્ગેશ પાઠકે(Durgesh Pathak) કહ્યું હતું કે ભાજપે ધારાસભ્યોની ખરીદી પાછળ 6,300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે,, તેની તપાસ થવી જોઈએ. ભાજપવાળા દેશવાસીઓ પર ટેક્, દૂધ-દહીં પણ GST, પેટ્રોલ, ડિઝલના ભાવ વધારી રહી છે. ત્યાર બાદ આ પૈસાથી ધારાસભ્યોને ખરીદે છે