News Continuous Bureau | Mumbai
Marathi Dandiya Mahotsav: ભારતીય જનતા પાર્ટી વતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત ત્રીજા વર્ષે કાલા ચોકીના અભ્યુદય નગર ખાતે ભવ્ય મરાઠી દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કોષાધ્યક્ષ ધારાસભ્ય મિહિર કોટેચા, મહિલા મોરચાના પ્રમુખ ચિત્રા વાઘ અને જાણીતા ગાયક, સંગીતકાર અવધૂત ગુપ્તે બુધવારે આ માહિતી આપી હતી. ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા. દર વર્ષે પાંચ દિવસ ચાલતી આ પ્રવૃત્તિ આ વર્ષે સાત દિવસ ચાલશે. સૌને આ ભવ્ય મરાઠી દાંડિયા માણવા ખાસ પધારવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય કોટેચાએ કહ્યું કે ભાજપે મુંબઈમાં ( BJP Mumbai ) પ્રથમ મરાઠી દાંડિયાની શરૂઆત કરી. આ પહેલનું આ ત્રીજું વર્ષ છે અને છેલ્લા બે વર્ષથી આ મરાઠી દાંડિયાને સ્વયંભૂ બહોળો પ્રતિસાદ મળ્યો છે. દર વર્ષે, આ મરાઠી દાંડિયા માટે હિંદુ સંસ્કૃતિને પ્રેમ કરતા અને સાચવનાર દરેકને મફત પ્રવેશ આપવામાં આવે છે. આ વર્ષે, એક મહિલા અને એક પુરૂષ જે દરરોજ સાત દિવસ સુધી મરાઠી ડ્રેસમાં સારું પ્રદર્શન કરશે તેમને ઇનામ તરીકે આઇફોન આપવામાં આવશે, જો બંને વચ્ચે ટાઇ થશે તો બંનેને આઇફોન આપવામાં આવશે તેમ ધારાસભ્ય કોટેચાએ ( Mihir Kotecha ) ઉલ્લેખ કર્યો હતો. આ મરાઠી દાંડિયા માટે તમારું ઓળખ પત્ર બતાવીને મધ્ય અને દક્ષિણ મુંબઈમાં ભાજપના કાર્યાલયમાં મફત પ્રવેશ કાર્ડ ઉપલબ્ધ થશે એવી પણ માહિતી આપવામાં આવે છે તેમ પણ કોટેચાએ જણાવ્યું હતું. મુંબઈમાં સૌપ્રથમ મરાઠી દાંડિયાની શરૂઆત ભાજપ ( BJP ) દ્વારા કરવામાં આવી હતી અને વિપક્ષ તેનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેવું ધા.કોટેચાએ વિપક્ષને મેણું માર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Swachh Bharat Mission: સ્વચ્છ ભારત અભિયાનનાં 10 વર્ષ સફળતાપૂર્વક થયા પૂર્ણ, PM મોદીને આ વૈશ્વિક સંસ્થાઓનાં નેતાઓએ પાઠવ્યા અભિનંદન સંદેશાઓ. જુઓ અહી.
ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી વાઘએ ઉત્સવના માહોલમાં ભવ્ય મરાઠી દાંડિયા ( Marathi Dandiya ) માણવા સૌને મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. શ્રીમતી વાઘે ( Chitra Wagh ) એ પણ ઉલ્લેખ કર્યો કે ફિલ્મ, સિરિયલ કલાકારો, ઓર્કેસ્ટ્રા અને સુઘડ સંયોજન સાથે આ મરાઠી દાંડિયાની ખૂબ જ અનોખી રંગત છે. અવધૂત ગુપ્તેએ મારા સંગીત વાદક અને મારો અવાજ આ માટે સજ્જ છે, તેથી દરેકને મરાઠી દાંડિયામાં આવીને ધૂમ મચાવવા અને આઈફોન જીતવા માટે અપીલ કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.