ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર,
મહારાષ્ટ્રના રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટેએ પોલીસ બદલીઓમાં તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખની દખલગીરીનો સ્વીકાર કર્યો હોવાનું માનવામાં આવે છે, જેનાથી મહાવિકાસ આઘાડી સરકાર સામે વિપક્ષને નવો મુદ્દો મળ્યો છે. હવે આ મુદ્દે ભાજપના નેતાઓ ફરી ઠાકરે સરકારને આડે હાથ લેવા લાગ્યા છે. ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના નેતા કિરીટ સોમૈયાએ પોલીસ ટ્રાન્સફર રેકેટ દ્વારા વસૂલી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને ઠાકરે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
કિરીટ સોમૈયા શનિવારે ટ્વિટ કર્યું હતું કે અનિલ દેશમુખ અને શિવસેનાના અનિલ પરબ બંને પોલીસ રેકેટના માસ્ટરમાઇન્ડ છે. સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે દેશમુખ અને પરબ કરોડો રૂપિયા સાથે પોલીસ ટ્રાન્સફરની અંતિમ યાદી તૈયાર કરતા હતા.
મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી, આ શહેરમાં ઓમીક્રોનનો કહેર; એક જ દિવસમાં આવ્યા આટલા નવા કેસ
વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકરે પણ ઠાકરે સરકાર પર નિશાન સાધ્યું કહ્યું હતું કે સીતારામ કુંટેની કબૂલાતથી પોલીસની બદલીઓનું બજાર શરૂ થયું હોવાના દાવાને સમર્થન મળ્યું છે.