News Continuous Bureau | Mumbai
ભાજપના ધારાસભ્ય(BJP MLA) ગોપીચંદ પડળકર(Gopichand Padalkar) હંમેશાથી રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) વિરુદ્ધ ટીકા કરતા રહ્યા છે અને હવે તેમણે છેક પવારના હોમગ્રાઉન્ડ બારામતીથી(Baramati) જ શરદ પવારને છંછેડવાનો પ્રયાસ કર્યો છે. પવાર પરિવાર પાસેથી બારામતી લઈને જ રહીશું એવો પડકાર તેમણે ફેંક્યો છે.
ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ(Maharashtra State President) ચંદ્રશેખર બાવનકુલેની(Chandrasekhar Bawankule) બારામતી મુલાકાત ગયા હતા. એ વખતે ગોપીચંદ પડળકર પણ હાજર રહ્યા હતા. ત્યારે તેમણે પવારની આકરી ટીકા કરી છે. હવે બારામતીમાં પરિવર્તન લાવવાનો સમય આવી ગયો છે અને તે ચોક્કસપણે થવાનું છે. તે બહુ મુશ્કેલ નથી. બારામતી પવારોનો ગઢ નથી, તે માત્ર એક ટેકરી છે. રાજ્યમાં પવાર પરિવાર બહુ મોટો છે તેવું વાતાવરણ સર્જાયું છે. પરંતુ આ મોટા નથી. ગોપીચંદ પડલકરે સીધો જ સવાલ કર્યો છે કે છેલ્લા અઢી વર્ષથી હું તેમને પડકારી રહ્યો છું, તેઓ મારું શું ઉખાડી શક્યા?
આ સમાચાર પણ વાંચો : આખરે નડિયાદ શહેરને નવું સ્વરૂપ મળશે તંત્રએ કર્યું આ મોટું કામ રીયલ એસ્ટેટમાં ઉછાળ આવશે
પવાર પરિવાર અન્ય લોકો પાસેથી મળેલી ઝૂંટવી લેવામાં ખુશ છે. તેથી હવે 2024માં બારામતીમાં પવાર પરિવારના વર્ચસ્વને ખતમ કરવા માટે ભાજપને વધુમાં વધુ મતોથી ચૂંટવું પડશે, એવું પણ પડળકરે આ કહ્યું હતું.