ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મહારાષ્ટ્રમાં રાજકીય દુશ્મન ગણાતા ભાજપ અને શિવસેનાના નેતા પોતાની રાજકીય દુશ્મનીને ભૂલીને બહુ જલદી સંબંધી બનવા જઈ રહ્યા છે. મળેલ માહિતી મુજબ રાજયના ભૂતપૂર્વ મંત્રી અને ભાજપના નેતા હર્ષવર્ધન પાટીલની પુત્રી અંકિતા પાટીલ ઠાકરે પરિવારની પુત્રવધુ બનવા જઈ રહી છે. અંકિતાના બિંદુમાધવ ઠાકરેના પુત્ર નિહાર સાથે તેના 28 ડિસેમ્બરના લગ્ન થવાના છે.
નિહાર બાળઠાકરેનો પૌત્ર છે અને મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેનો સગો ભત્રીજો છે. નિહારના પિતા બિંદુમાધવ ઠાકરેનું 1996માં અક્સમાતમાં મોત થયું હતું. નિહાર વ્યવસાયે વકીલ છે. તો અંકિતા પાટીલ કોંગ્રેસથી પુણે જિલ્લા પરિષદની સભ્ય છે. તેમ જ ઈન્ડિય સુગર મિલ અસોસિયેશનની ડાયરેકટર પણ છે. તેના પિતા હર્ષવર્ધને 2019માં કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જોકે અંકિતા હજી સુધી કોંગ્રેસ સાથે જોડાયેલી છે. જોકે બહુ જલદી તે પણ ભાજપમાં જોડાઈ શકે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
પીએમ અને ગૃહ મંત્રી પર શિવસેનાએ સાધ્યું નિશાન, કહ્યું- દેશના શાસકોને માફી માંગવાની… જાણો વિગતે