ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
ભાજપના નેતા પ્રધાનો અને નેતાઓ પાછળ કિરીટ સોમૈયા હાથ ધોઈને પડી ગયા છે, તેને કારણે અત્યાર સુધી અનેક નેતાઓ અને પ્રધાનોને સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી કરી હોવાનો તેમણે દાવો પણ કર્યો છે.
હવે કિરીટ સોમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક ટ્વીટ કરીને શિવસેનાના કૌભાંડબાજ નેતાઓ જેની સામે 2021માં EDએ પગલા લીધા છે, તેમના નામ જાહેર કર્યા છે. આ ટ્વીટની રાજકીય સ્તરે ભારે ચર્ચા થઈ રહી છે.
જે નેતાઓના નામ તેમણે જાહેર કર્યા છે, તેમા અર્જુન ખોતકર, ભાવના ગવળી, આનંદ અડસૂળ, પ્રતાપ સરનાઈક, સંજય રાઉત અને અનિલ પરબનો સમાવેશ થાય છે. આ લોકો સામે EDએ પગલા કેમ લીધા તેનું કારણ પણ તેમણે ટ્વીટરમાં જણાવ્યું છે.
અર્જુન ખોતકરનું નામ જાલના સહકારી કારખાનાનું કૌંભાડ, ભાવના ગવળી સામે 100 કરોડ રૂપિયાનું કૌંભાડ, આનંદ અડસૂળ સામે સિટી બેન્ક કૌભાંડ, પ્રતાપ સરનાઈકની 78 એકર જમીન જપ્ત, સંજય રાઉત સામે એચડીઆઈએલના 55 લાખ રૂપિયાનો કેસ તો અનિલ પરબ સામે હજી સુધી તપાસ ચાલી રહી હોવાનું તેમણે ટ્વીટમાં લખ્યું છે.
છેલ્લા થોડા દિવસથી કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડીના કૌભાંડ બહાર પાડી રહ્યા છે, જેમાં તેઓ પુરાવા સાથે અનેક કરોડના કૌંભાડો સામે સવાલ પણ કર્યા છે. તેને પગલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ નેતાઓ સામે કાર્યવાહી ચાલુ કરી દીધી છે. જોકે સામે પક્ષે નેતાઓ પણ સ્પષ્ટીકરણ આપતા રહ્યા છે
સાવધાન, મહારાષ્ટ્રમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોમાં આ ગંભીર બીમારીનું પ્રમાણ વધારે. જાણો વિગત
આ દરમિયાન ભાજપના નેતા કિરીટ સોમૈયા બે દિવસ સુધી સતત મુલુંડ અને થાણેમાં કાર્યકર્તાઓ સાથે રાજયને કૌભાંડ મુક્ત કરવા સંવાદ યોજવાના છે, જેમા આજે દહિસરમાં ફ્રેન્ડ હોલમાં સાંજે સાડા પાંચ વાગે, ત્યારબાદ થાણેના વર્તક નગરમાં બૌદ્ધ વિહારમાં સાંજે 7.30 વાગે તો આવતી કાલે 28 નવેમ્બરના સવારના 11 વાગે લક્ષ્મીબાઈ ઈંગ્લિશ સ્કૂલમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજશે.