Site icon

સમીર વાનખડેના વાળને પણ નુકસાન થયું તો જોઈ લેજો : ભાજપના આ નેતાએ આપી નવાબ મલિકને ચીમકી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

બૉલિવુડ કિંગ શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ પ્રકરણમાં હાલ આર્થર રોડ જેલમાં છે. આ પ્રકરણમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અને મહાવિકાસ આઘાડીના પ્રધાન નવાબ મલિક પહેલા દિવસથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની કાર્યવાહી સામે શંકા વ્યક્ત કરી રહ્યા છે. NCBના અધિકારી સમીર વાનખેડેને પણ તેમણે એક વર્ષની અંદર જેલમાં નાખવાની ચીમકી આપી છે ત્યારે હવે આ પ્રકરણમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ઊડી મારી દીધી છે. 

નવાબ મલિક સતત ડ્રગ્સ માફિયાનું સંરક્ષણ કરી રહ્યા છે. તેઓ શું ડ્રગ્સ માફિયાઓના પ્રવક્તા થઈ ગયા છે?   તેઓ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવાર તરફથી બોલી રહ્યા છે કે પછી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વતી બોલી રહ્યા છે? એવો સવાલ પણ કિરીટ સોમૈયાએ કર્યો છે. ડ્રગ્સ માફિયા માટે નવાબ મલિકને આટલી બધી સહાનુભૂતિ કેમ છે? તેમનો જમાઈ પકડાઈ ગયો એટલા માટે? 

વેપારીઓની સામાન્ય નાગરિકોને હાથ જોડીને વિનંતી : આ દિવાળીમાં સામાન્ય દુકાન થી ખરીદો ઓનલાઇન નહીં

એક ઈમાનદાર પોલીસ ઑફિસરની સામે આખી ઠાકરે સરકાર લાગી ગઈ છે, એને બદલે કૌભાંડો કરનારાઓની પાછળ લાગોને એવી સલાહ કિરીટ સોમૈયાએ આપી હતી. એટલું જ નહીં, પણ સમીર વાનખેડેના વાળને પણ જો આંચ આવી તો તમારી ખેર નથી એવી ચેતવણી પણ સોમૈયાએ નવાબ મલિકને આપી હતી.

 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version