ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર,
ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મહાવિકાસ આઘાડી સરકારના 10 કરપ્ટ નેતાઓની યાદી તૈયાર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ યાદી ટ્વીટ કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો.
મહાવિકાસ આઘાડીના પ્રધાન નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કર્યા બાદ કિરીટ સોમૈયાએ ટ્વીટ કરીને ભવિષ્યમાં આ રીતે ભ્રષ્ટ પ્રધાનોના નામ એક પછી એક બહાર લાવશે એવો દાવો કર્યો છે.
હવેથી એસ્ટેટ એજન્ટને પણ આપવી પડશે પરીક્ષા, આ છે કારણ જાણો વિગતે
કિરીટ સોમૈયાએ કરેલા ટ્વીટમાં મહાવિઘાસ આઘાડી સરકારના દસ નેતાઓના નામ છે, જેમાં પરિવહન પ્રધાન અનિલ પરબ, શિવસેનાના પ્રવકતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત, સુજીત પાટકર, સાંસદ ભાવના ગવળી, ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસૂળ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવાર, પ્રધાન હસન મુશ્રીફ, વિધાનસભ્ય પ્રતાપ સરનાઈ, વિધાનસભ્ય રવિન્દ્ર વાયકર, પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ, ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખ અને પ્રધાન નવાબ મલિકનો તેમાં સમાવેશ થાય છે.