News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી(BJP) ને દગાબાજ ગણાવી હતી તો હવે ભાજપે ઉદ્ધવ ઠાકરેને(Uddhav thackeray) સણસણતો જવાબ આપ્યો છે. ભાજપના નેતા અતુલ ભાતખલકરે(Atul Bhatkhalkar) શિવસેનાને(shivsena) રોકડું પરખાવી દીધું છે. પોતાના ટ્વીટમાં(Tweet) તેમણે કહ્યું છે કે બાળાસાહેબ ઠાકરે(Bala saheb thackeray) ભોળા હતા એટલું નક્કી, પરંતુ તેઓ દગાબાજ નહોતા એટલી વાત પાક્કી છે. આમ ભાજપે આડકતરી રીતે ઉદ્ધવ ઠાકરેને દગાબાજ અને પીઠમાં ખંજર ભોંકનાર ગણાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રસ્તા પર ઘમાસાણ પાક્કું થશેજ… હનુમાન ચાલીસા અઝાન કરતા ડબલ મોટા અવાજે વાગશે. રાજ ઠાકરેનો ફૂંફાડો.. પોલીસે પકડાવી નોટિસ.