સેના પ્રમુખની કાશ્મીર મુલાકાતની વચ્ચે, આતંકવાદીઓએ ત્રાલમાં પાલિકાના અધ્યક્ષ કાશ્મીરી પંડિત અને ભાજપના નેતા રાકેશ પંડિતાની ગોળી મારીને હત્યા કરી દીધી.
પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ, રાકેશ પંડિતાને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને તેમને બે અંગત સુરક્ષાકર્મી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જોકે તેઓ સુરક્ષાકર્મીઓ વગર જ દક્ષિણ કાશ્મીર સ્થિત પોતાના પૈતૃક ગામ ગયા હતા.
આતંકવાદીઓના અંધાધૂંધ ફાયરિંગમાં રાકેશના મિત્રની દીકરી પણ ઘાયલ થઈ છે અને તેને ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
હાલ વિસ્તારની ઘેરાબંધી કરી હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 6 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભાજપના સરપંચ સજાદ અહેમદની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
અરે વાહ! લૉકડાઉનમાં આ બહેન ઑનલાઇન સ્ટ્રિંગ આર્ટ શીખ્યાં; હવે બનાવશે પ્રોફેશનલ કરિયર, જાણો વિગત