Site icon

પુલવામામાં આતંકવાદીઓએ આ કાશ્મીરી પંડિત અને ભાજપના નેતાની ગોળી મારી કરી હત્યા, હુમલાખોરો ફરાર ; જાણો વિગતે 

સેના પ્રમુખની કાશ્મીર મુલાકાતની વચ્ચે, આતંકવાદીઓએ ત્રાલમાં પાલિકાના અધ્યક્ષ કાશ્મીરી પંડિત અને ભાજપના નેતા રાકેશ પંડિતાની ગોળી મારીને હત્યા કરી દીધી. 

પોલીસ પ્રવક્તાના જણાવ્યા મુજબ, રાકેશ પંડિતાને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી અને તેમને બે અંગત સુરક્ષાકર્મી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. જોકે તેઓ સુરક્ષાકર્મીઓ વગર જ દક્ષિણ કાશ્મીર સ્થિત પોતાના પૈતૃક ગામ ગયા હતા.  

Join Our WhatsApp Community

આતંકવાદીઓના અંધાધૂંધ ફાયરિંગમાં રાકેશના મિત્રની દીકરી પણ ઘાયલ થઈ છે અને તેને ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

હાલ વિસ્તારની ઘેરાબંધી કરી હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 6 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભાજપના સરપંચ સજાદ અહેમદની  આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

અરે વાહ! લૉકડાઉનમાં આ બહેન ઑનલાઇન સ્ટ્રિંગ આર્ટ શીખ્યાં; હવે બનાવશે પ્રોફેશનલ કરિયર, જાણો વિગત

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version