ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
બટકબોલા ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણીયમ સ્વામી પોતાની તીખી જબાન માટે જાણીતા છે. કોઈ પણ શેહ શરમ રાખ્યા વગર મોઢા પર બોલી નાખનારા સુબ્રમણ્યમે 25 નવેમ્બરના એક ટ્વિટમાં મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું હતું અને મોદી સરકારને તમામ મોરચે નિષ્ફળ ગણાવી હતી.
દેશની આંતરિક સુરક્ષા, અર્થતંત્ર, સીમા સુરક્ષા, અફઘાનિસ્તાનમાં નિષ્ફળ ગયેલી વિદેશ નિતી, પેગાસસ જેવા મુદ્દા પર કેન્દ્ર સરકાર સરકારને તેમણે નિષ્ફળ ગણાવી હતી, સાથે જ તેમણે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આ બધા માટે સુબ્રમણીયમ જવાબદાર છે.
સુબ્રમણ્યમ અનેક વખત ટ્વિટર પર મોદી સરકારની નિતીઓ પર ટીકા કરતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે હજી 24 નવેમ્બરના જ તેઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ તૃણમુલ કોંગ્રેસમાં જોડાવાના હોવાની અફવાએ જોર પકડયું છે.