News Continuous Bureau | Mumbai
નવી મુંબઈ(Navi Mumbai)ના ભાજપ(BJP)ના ગજાવર નેતા અને ધારાસભ્ય(MLA) ગણેશ નાઈક(Ganesh Naik) વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.
રાજ્યના મહિલા આયોગના આદેશ બાદ પોલીસે ગણેશ નાઈક વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. મીડિયામાં આવેલા અહેવાલ મુજબ પોલીસમાં નોંધાયેલી એફઆઈઆર(FIR)માં પીડિત મહિલાએ આઘાતજનક આરોપ કર્યા છે.
પીડિત મહિલાએ ગણેશ નાઈક(Ganesh Naik) સાથે છેલ્લા 27 વર્ષથી લિવ ઈન રિલેશન માં હોવાનો આરોપ કર્યો હતો. લિવ ઈન રિલેશન માં જ તેણે ગણેશ નાઈક(Ganesh Naik)ના એક બાળકને પણ જન્મ આપ્યો હતો. પોલીસે તેની ફરિયાદ નહીં નોંધતા તેણે રાજ્યના મહિલા આયોગ પાસે દોડ મૂકી હતી. મહિલા આયોગના આદેશ બાદ છેવટે પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરેએ એક દિવસ ઉદ્ધવ ઠાકરે નું સ્થાન લેશે. આ સાંસદ સભ્યએ આપ્યું નિવેદન
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેની ગણેશ નાઈક સાથે 1993માં ઓળખ થઈ હતી. 1995 ગણેશ નાઈક વિધાન સભ્ય બન્યા બાદ તેમની ઓળખ પ્રેમમાં બદલાઈ ગઈ હતી. પ્રેમ સંબંધ બાદ તેમના વચ્ચે શારીરિક સંબંધ સ્થપાયા હતા અને તેના ફળસ્વરૂપે 2006માં તેને બાળકને જન્મ આપ્યો હતો. મહિલાના દાવા મુજબ બાળક પાંચ વર્ષનો થશે ત્યારે તેને ગણેશ નાઈકે પોતાનું નામ આપવાનું વચન પાળ્યું ન હોતું. મહિલાએ કરેલા આરોપ મુજબ તે પાંચ મહિનાથી ગર્ભવતી થતા તેને ગણેશ નાઈકે અમેરિકામાં ન્યુ જર્સી મોકલી દીધી હતી. ત્યાં બાળક જન્મ થયો હોવાથી તેને ગ્રીન કાર્ડ મળી રહ્યું હોવાથી તેણે બાળકને પોતાનું નામ જ આપ્યુ હોવાનો દાવો પણ મહિલાએ કર્યો છે.
બાળક થવાના બે મહિના બાદ ગણેશ નાઈક પોતે અમેરિકા આવ્યા હતા અને ભારત આવ્યા પછી નવી મુંબઈમાં નેરુલમા રહેવા માટે ફ્લેટ આપ્યો હતો. 2007થી 2017 સુધી ગણેશ નાઈક અઠવાડિયામાં ત્રણ દિવસ પીડિત મહિલાને મળવા ઘરે આવતા હતા. આ દરમિયાન બાળકને પિતાનું નામ આપવાની માગણી કરતા ગણેશ નાઈકે તેને બંદૂક દેખાડી જાનથી મારવાની ધમકી આપી હોવાની ફરિયાદ પણ મહિલાએ એફઆઈઆરમાં કરી છે. બાળક ગણેશ નાઈકનું હોવાથી તેની ડીએનએ ટેસ્ટ કરીને તેને પિતાનું નામ આપવાની અને તેને તેનો હક આપવાની માગણી પીડિત મહિલાએ કરી છે.