News Continuous Bureau | Mumbai
Ulhasnagar firing: કલ્યાણ પૂર્વના ભાજપના ધારાસભ્ય ( BJP MLA ) ગણપત ગાયકવાડે શુક્રવારે (2 ફેબ્રુઆરી) રાત્રે શિંદે જૂથના ( Shinde group ) કલ્યાણ શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં જ આ ચોંકાવનારી ઘટના બનતા ભારે હોબાળો મચી ગયો હતો..
મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં જમીન વિવાદને ( Land dispute ) કારણે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ ( Ganapat Gaikwad ) અને તેમના એક સહયોગીએ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને ( Mahesh Gaikwad ) પોલીસ સ્ટેશનની અંદર ગોળી મારી દીધી હતી. બંને શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે હિલ લાઇન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અહીં પહેલા તેમની વચ્ચે દલીલ થઈ હતી. ત્યારબાદ ગણપતે ઈન્સ્પેક્ટરની સામે મહેશ પર 6 રાઉન્ડ ફાયરિંગ ( firing rounds ) કર્યું.
બે ગોળી મહેશને અને બે ગોળી તેના પાર્ટનર રાહુલ પાટીલને વાગી હતી. પોલીસ સ્ટેશનમાં જ ગોળીબાર થતા હોબાળો મચી ગયો હતો. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમજ રાત્રે ભાજપના ધારાસભ્યની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આજે સવારે ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.
આ મામલામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે…
પ્રાપ્ત માહિતી મુજબ, બંને નેતાઓ તેમના કાર્યકરો સાથે હિલલાઇન પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. આ વખતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે ધારાસભ્ય ગાયકવાડે પોલીસ ઈન્સ્પેક્ટરોની સામે મહેશ ગાયકવાડ પર 5 ગોળી મારી હતી. જેમાં મહેશ ગાયકવાડ અને તેનો એક સાથીદાર ગંભીર રીતે ઘાયલ થયો છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Ankita lokhande Vicky jain: બિગ બોસ બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા વિકી જૈન અને અંકિતા લોખંડે, અભિનેત્રી એ પાપારાઝી સાથે કર્યું આવું વર્તન
ઘટના બન્યા બાદ ગણપત ગાયકવાડે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું, ‘હા, મેં તેને મારી જાતે ગોળી મારી છે. મને કોઈ અફસોસ નથી. મારા પુત્રને પોલીસ સ્ટેશનની અંદર પોલીસની સામે માર મારવામાં આવે તો હું શું કરીશ? તેણે દાવો કર્યો કે તેણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું.ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદે ‘મહારાષ્ટ્રમાં ગુનેગારોનું સામ્રાજ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે’. ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની શિવસેના મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનનો ભાગ છે. તેણે વધુમાં કહ્યું હતું કે, “જો એકનાથ શિંદે મુખ્યમંત્રી હશે તો મહારાષ્ટ્રમાં ગુનેગારો જ જન્મશે.” આજે તેઓએ મારા જેવા સારા માણસને ગુનેગાર બનાવી દીધો છે.”
હાલ આ મામલામાં ગણપત ગાયકવાડ ઉપરાંત પોલીસે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી છે અને તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
દરમિયાન, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ( Devendra Fadnavis ) આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ધરપકડ કરાયેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડને મેડિકલ તપાસ માટે પોલીસ સ્ટેશનની બહાર લાવવામાં આવી રહ્યા છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Join Our WhatsApp Community