Site icon News Continuous Bureau | Mumbai

Ulhasnagar firing: શિંદે જુથના નેતાને ગોળી માર્યા બાદ બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે આપ્યું મોટુ નિવેદન, સામે આવી આ ચોંકવનારી માહિતી..

Ulhasnagar firing: ઉલ્લાહસનગરમાં હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે એક જમીન વિવાદમાં ભાજપના ધારાસભ્ય અને શિંદે જુથના કલ્યાણના પ્રમુખ વચ્ચે વાદ વિવાદ વધતા ગોળીબાર થયો હતો. ઘટના બાદ એક મોટુ નિવેદન ગણપત ગાયકવાડે આપ્યું હતું.

BJP MLA ganpat gaikwad made a big statement after Shinde group's leader got shot, this shocking information came out..

BJP MLA ganpat gaikwad made a big statement after Shinde group's leader got shot, this shocking information came out..

News Continuous Bureau | Mumbai 

Ulhasnagar firing: કલ્યાણ પૂર્વના ભાજપના ધારાસભ્ય ( BJP MLA ) ગણપત ગાયકવાડે શુક્રવારે (2 ફેબ્રુઆરી) રાત્રે શિંદે જૂથના ( Shinde group )  કલ્યાણ શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં જ આ ચોંકાવનારી ઘટના બનતા ભારે હોબાળો મચી ગયો હતો.. 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં જમીન વિવાદને ( Land dispute ) કારણે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ ( Ganapat Gaikwad ) અને તેમના એક સહયોગીએ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને ( Mahesh Gaikwad ) પોલીસ સ્ટેશનની અંદર ગોળી મારી દીધી હતી. બંને શુક્રવારે રાત્રે લગભગ 10 વાગ્યે હિલ લાઇન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અહીં પહેલા તેમની વચ્ચે દલીલ થઈ હતી. ત્યારબાદ ગણપતે ઈન્સ્પેક્ટરની સામે મહેશ પર 6 રાઉન્ડ ફાયરિંગ ( firing rounds ) કર્યું.

બે ગોળી મહેશને અને બે ગોળી તેના પાર્ટનર રાહુલ પાટીલને વાગી હતી. પોલીસ સ્ટેશનમાં જ ગોળીબાર થતા હોબાળો મચી ગયો હતો. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમજ રાત્રે ભાજપના ધારાસભ્યની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આજે સવારે ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.

 આ મામલામાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે…

પ્રાપ્ત માહિતી મુજબ, બંને નેતાઓ તેમના કાર્યકરો સાથે હિલલાઇન પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. આ વખતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે ધારાસભ્ય ગાયકવાડે પોલીસ ઈન્સ્પેક્ટરોની સામે મહેશ ગાયકવાડ પર 5 ગોળી મારી હતી. જેમાં મહેશ ગાયકવાડ અને તેનો એક સાથીદાર ગંભીર રીતે ઘાયલ થયો છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  Ankita lokhande Vicky jain: બિગ બોસ બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા વિકી જૈન અને અંકિતા લોખંડે, અભિનેત્રી એ પાપારાઝી સાથે કર્યું આવું વર્તન

ઘટના બન્યા બાદ ગણપત ગાયકવાડે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું, ‘હા, મેં તેને મારી જાતે ગોળી મારી છે. મને કોઈ અફસોસ નથી. મારા પુત્રને પોલીસ સ્ટેશનની અંદર પોલીસની સામે માર મારવામાં આવે તો હું શું કરીશ? તેણે દાવો કર્યો કે તેણે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું.ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી એકનાથ શિંદે ‘મહારાષ્ટ્રમાં ગુનેગારોનું સામ્રાજ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે’. ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની શિવસેના મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનનો ભાગ છે. તેણે વધુમાં કહ્યું હતું કે, “જો એકનાથ શિંદે મુખ્યમંત્રી હશે તો મહારાષ્ટ્રમાં ગુનેગારો જ જન્મશે.” આજે તેઓએ મારા જેવા સારા માણસને ગુનેગાર બનાવી દીધો છે.”

હાલ આ મામલામાં ગણપત ગાયકવાડ ઉપરાંત પોલીસે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી છે અને તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

દરમિયાન, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ( Devendra Fadnavis ) આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. ધરપકડ કરાયેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડને મેડિકલ તપાસ માટે પોલીસ સ્ટેશનની બહાર લાવવામાં આવી રહ્યા છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Sugar Stock Limit Doubled તહેવારો પહેલાં ખાંડ પર સરકારનો મોટો નિર્ણય સ્ટોક લિમિટ બમણી કરાઈ, આટલા દિવસ સુધી સ્ટોરેજની છૂટ મળી
Rejinagar TMC Candidate Withdraws Nomination નંદીગ્રામ બાદ હવે રેજીનગરમાં તૃણમૂલને મોટો ઝટકો મમતા બેનર્જીના ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું
Ajit Agarkar Chief Selector Resignation ભારતીય ક્રિકેટ વહીવટમાં સનસનાટી ચીફ સિલેક્ટર પદેથી અગરકરની સંભવિત એક્ઝિટ, નવા અધ્યક્ષ માટે દાવેદારોની રેસ શરૂ
Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Exit mobile version