Site icon

મહારાષ્ટ્રના BJP ધારાસભ્યની કારને નડ્યો અકસ્માત, ફોર્ચ્યુનર 30 ફૂટ ઊંડી ખીણમાં પડી.. જાણો કેવું છે ધારાસભ્ય સ્વાસ્થ્ય

ભાજપના ધારાસભ્ય જયકુમાર ગોરની કારને વહેલી સવારે ભયાનક અકસ્માત નડ્યો હતો. હવે એવું જાણવા મળી રહ્યું છે કે અકસ્માત દરમિયાન કારની એરબેગ્સ ખુલી ન હતી.

BJP MLA Jaykumar Gore, three others injured as car falls off

મહારાષ્ટ્રના BJP ધારાસભ્યની કારને નડ્યો અકસ્માત, ફોર્ચ્યુનર 30 ફૂટ ઊંડી ખીણમાં પડી.. જાણો કેવું છે ધારાસભ્ય સ્વાસ્થ્ય

News Continuous Bureau | Mumbai

ભાજપના ધારાસભ્ય ( BJP MLA ) જયકુમાર ગોરની ( Jaykumar Gore )  કારને વહેલી સવારે ભયાનક અકસ્માત ( car falls off ) નડ્યો હતો. હવે એવું જાણવા મળી રહ્યું છે કે અકસ્માત દરમિયાન કારની એરબેગ્સ ખુલી ન હતી. કહેવાય છે કે એરબેગ્સ ન ખુલવાને કારણે કાર ડ્રાઈવર અને બોડીગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયા છે. દરમિયાન ધારાસભ્ય જયકુમાર ગોરની હાલત સ્થિર હોવાની માહિતી મળી છે. આપને જણાવી દઈએ કે જયકુમાર ગોર સતારા જિલ્લામાં માન વિધાનસભા બેઠનું પ્રતિનિધિત્વ કરે છે.

Join Our WhatsApp Community

ડ્રાઇવર અને બોડીગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયા હતા

ભાજપના ધારાસભ્ય જયકુમાર ગોરની કારને વહેલી સવારે ભયાનક અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર લોનંદ-ફલટન રોડ પરના પુલથી લગભગ 30 ફૂટ નીચે પડી ગઈ. જોકે તેઓ સદભાગ્યે અકસ્માતમાં બચી ગયા હતા, પરંતુ કાર ચાલક અને ગોરના અંગરક્ષકને ગંભીર ઈજા થઈ હતી. આ તમામ જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તેને મોટું નુકસાન થયું છે. જો કે આટલો મોટો અકસ્માત થયો હોવા છતાં આ વાહનની એરબેગ ખુલી ન હતી. જેના કારણે કારમાં સવાર લોકોને વધુ ઈજા થઈ હતી.

આ સમાચાર પણ વાંચો: ચીનથી જાપાન સુધી… આ દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, જો પોઝિટિવ આવશે તો તરત જ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Exit mobile version