Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષે શિવસેનાની ખરી ઠેકડી ઉડાવી; કહ્યું શિવસેનામાં વાઘ બચ્યા જ નથી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ પ્રસાદ લાડે શિવસેનાની હાંસી ઉડાવતા નિવેદન આપ્યું છે કે શિવસેનામાં વાધ બચ્યા જ નથી, તો વન વિભાગની શું જરૂર છે? હાલમાં જ શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે કહ્યું હતું કે વન ખાતું કોંગ્રેસને આપી અને વિધાનસભાના અધ્યક્ષનું પદ શિવસેના પોતાની પાસે રાખવું જોઈએ. હવે આ મામલે પ્રસાદ લાડે શિવસેનાની ઠેકડી ઉડાવી છે.

પ્રસાદ લાડે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું હું કે શિવસેના હવે કોંગ્રેસ અને એનસીપી પાસે ગીરવી મુકાઈ છે. હવે તેનો વાઘ ખતમ થઈ ગયો છે. તેથી શિવસેનાને વન વિભાગની જરૂર નથી.આવા શબ્દોમાં લાડે શિવસેનાની ટીકા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે આખો પક્ષ જ ગીરવી મુકાયો હોવાથી એનસીપીના અધ્યક્ષ શરદ પાવર કહે તે જ શિવસેના સંભાળે છે.

આજે ફરી પેટ્રોલના ભાવમા થયો વધારો તો ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો, મુંબઈમાં પેટ્રોલ 107 રૂપિયાને પાર ; જાણો આજના નવા ભાવ

ઉલ્લેખનીય છે કે પૂર્વ વન પ્રધાન સંજય રાઠોડનો ભાજપે ભાંડાફોડ કર્યા બાદ તેમણે ફેબ્રુઆરીમાં રાજીનામું આપવું પડ્યું હતું. તેથી આ પદ હજી સુધી ખાલી પડ્યું છે. આ બાબતે પત્રકારના સવાલ પર ભાજપના ઉપાધ્યક્ષે આવા ઉપહાસગર્ભ શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.

Maharashtra UCC Controversy યુનિફોર્મ સિવિલ કોડ પર મહારાષ્ટ્રમાં વિવાદ! જસ્ટિસ ચવ્હાણે કમિટીમાંથી આપ્યું રાજીનામું; આ બે મહત્વના મુદ્દાઓથી નારાજ
MumbaiAhmedabad Highway Accident પાલઘર નજીક દૂધનું ટેન્કર પલટી ગયું; ઢોળાયેલું દૂધ ભરવા સ્થાનિકોની પડાપડી; જુઓ વિડીયો
Kalyan Extortion Case કલ્યાણમાં કેબલ વેપારી પાસેથી ₹૧૦,૦૦૦ નો હપ્તો માંગનાર રીઢો ગુનેગાર પિસ્તોલ સાથે ઝડપાયો મહાત્મા ફૂલે પોલીસની મોટી કાર્યવાહી
Boisar ATM Card Swap Fraud બોઈસરમાં એટીએમ કાર્ડ બદલીને ₹૫૦,૦૦૦ ની છેતરપિંડી આચરનાર ગઠિયો ઝડપાયો રોકડ અને વાહન જપ્ત, પોલીસ તપાસ તેજ
Exit mobile version