ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
ભોપાલ
20 જુન 2020
મધ્યપ્રદેશના માલવાના ભાજપના વિધાયક અને તેમની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચિંતાની વાત એ છે કે શુક્રવારે રાજ્યસભાની ચૂંટણીમાં વોટિંગ કરવા માટે તેઓ વિધાનસભા ભવનમાં હાજર રહ્યા હતા. આ દરમ્યાન તેમના સંપર્કમાં આવેલા વિધાયકોમાં હડકંપ મચી ગયો છે. કોરોનાગ્રસ્ત વિધાયકના સંપર્કમાં આવેલા કેટલાક વિધાયકો જાતે જ હોસ્પિટલ પહોંચી જઈ પોતાની કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. આ સાથે જ તેમણે માંગ મૂકી છે કે મતદાન દરમિયાન હાજર રહેલા તમામની કોરોના ટેસ્ટ કરાવવામાં આવે.
નોંધનીય છે કે આ વિધાયક શુક્રવારે વોટીંગ પહેલા આયોજિત ભારતીય જનતા પાર્ટીની વિધાયક દળની બેઠકમાં પણ હાજર રહ્યા હતા અને ડીનર પાર્ટીમાં પણ સામેલ થયાં હતા. ઉપરાંત કાર્યકર્તાઓ અને નેતાઓના પર્સનલ સંપર્કમાં આવ્યા હતા. માલવાના વિધાયક ના સંપર્કમાં આવેલા કેટલાક લોકોએ તો સ્વયમ જ પોતાને હોમકોરોન્ટીન કરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે ભોપાલમાં એક જ દિવસમાં 47 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભાજપના નેતા અને તેમની પત્નીનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com