ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીમાં સામાન્ય માણસ સિવાય હવે નેતાઓ પણ કોરોનાના સંક્રમણમાં આવી રહ્યા છે.
દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ બાદ હવે ભાજપ સાંસદ મનોજ તિવારી પણ કોરોના પોઝિટીવ થયા છે.
ભાજપ સાંસદ મનોજ તિવારીએ ટ્વીટ કરી જણાવ્યું કે ટેસ્ટમાં આજે પોઝિટીવ આવ્યો છું.
સર્તકતા રાખતા પોતાને આઈસોલેટ કરી દીધો છે.
સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા અને આઈસોલેટ કરવાની અપીલ કરી છે.
મનોજ તિવારીએ જણાવ્યું કે બે દિવસ પહેલા 2 જાન્યુઆરી રાત્રે જ તબિયત ખરાબ હતી. સામાન્ય તાવ અને શરદીના કારણે હું ગઈ કાલે ઉત્તરાખંડ-રુદ્રપુર પ્રચાર માટે પણ જઈ શક્યો નહોતો.