ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
11 જુન 2020
રાજ્ય સભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાત અને રાજસ્થાન નું રાજકારણ ગરમાંવા લાગ્યું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં આઠ કોંગ્રેસી ધારાસભ્યો પક્ષાંતર કરી ભાજપમાં જોડાઈ ગયા છે આને પગલે હવે રાજસ્થાન સરકારને પણ પોતાના ધારાસભ્યો છોડી જશે એવી ભીતિ સતાવી રહી છે ..
રાજસ્થાન કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને જયપુરના એક રિસોર્ટમાં બંધ કર્યા છે. જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આમદારો સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ અશોક ગેહલોતે ભાજપ પર, 25 કરોડ રૂપિયાની લાલચ આપી ધારાસભ્યો ખરીદી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ હોર્સ ટ્રેડિંગ કરી સત્તા સુખ ભોગવવા માંગે છે, પરંતુ તે રાજસ્થાનમાં ફાવશે નહીં.
કોંગ્રેસનો આ ડર ખોટો પણ નથી. કારણકે હજુ થોડા સમય પહેલાં જ મધ્ય પ્રદેશના દિગ્ગજ કોંગ્રેસી જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા, ત્યારે પણ મધ્ય પ્રદેશના ઘણા ધારાસભ્યો રાજીનામા આપી ભાજપમાં જોડાઈ ગયા હતા….