BJP state conclave in Pune: મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપ નિષ્ક્રિય ધારાસભ્યોને ઘરનો રસ્તો બતાવશે, નવા ચહેરાઓને આપશે તક.. જાણો વિગતે..

BJP state conclave in Pune: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મહાયુતિને માત્ર 9 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપને આમાં ધારી સફળતા મળી ન હતી. લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને જોતા ભાજપ હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન હોય તો પણ વધુ સીટો પર ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે.

by Bipin Mewada
BJP state conclave in Pune In the upcoming assembly elections in Maharashtra, now BJP will show the way home to the inactive MLAs, give a chance to new faces

 News Continuous Bureau | Mumbai

BJP state conclave in Pune: મહારાષ્ટ્રમાં ભાજપને લોકસભા ચૂંટણીમાં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. પુણેમાં ભાજપ અધિકેશનમાં તેમનું પ્રતિબિંબ પણ જોવા મળ્યું હતું. આ બતાવે છે કે ભાજપ હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ( assembly elections ) આ અંગે કોઈ જોખમ લેવા તૈયાર નથી. 

અધિવેશન દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે ( Amit Shah ) ધારાસભ્યોની પ્રગતિની બુક ચેક કરી હતી. તેમના કામની સમીક્ષા કરી હતી. કેટલાક ધારાસભ્યોની કામગીરી અસંતોષકારક હોવાની માહિતી પદાધિકારીઓએ શાહને આપી હતી. આથી ભાજપ હવે નિષ્ક્રિય ધારાસભ્યોને ઘરનો રસ્તો બતાવશે તેવું જાણવા મળ્યું છે. તો આગામી ચૂંટણીમાં હવે નવા ચહેરાઓને તક આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં મહાયુતિને માત્ર 9 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. ભાજપને આમાં ધારી સફળતા મળી ન હતી. લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને જોતા ભાજપ ( BJP  ) હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન હોય તો પણ વધુ સીટો પર ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહી છે.

 BJP state conclave in Pune: અમિત શાહ શનિવારે રાત્રે પુણેમાં હતા….

રાજ્યમાં ( Maharashtra Assembly Elections ) પક્ષના કાર્યકરોમાં હતાશા દૂર કરવા અને ઉત્સાહ વધારવા માટે આ સત્ર યોજાયું હતું. પુણેમાં તેમના રોકાણ દરમિયાન, શાહે રાજ્યના મુખ્ય નેતાઓ અને પદાધિકારીઓના વર્તમાન ધારાસભ્યોની કામગીરીની સમીક્ષા કરી હતી.

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના કેટલાક ઉમેદવારો બદલાયા હોત તો કેટલીક વધુ બેઠકો જીતી શકાઈ હોત. તેનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્યમાં નબળી કામગીરી અને કોઇ જનસંપર્ક ન ધરાવતા ધારાસભ્યોને હવે ટિકિટ આપવાનો ઇન્કાર કરવામાં આવે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો  :  Agni Puran: મહર્ષિ ભૃગુએ શા માટે અગ્નિદેવને સર્વભક્ષીનો શ્રાપ આપ્યો, શું છે આ રસપ્રદ વાર્તા. જાણો વિગતે..

અમિત શાહ શનિવારે રાત્રે પુણેમાં હતા. સંમેલનના સ્થળે પહોંચતા પહેલા જ તેમણે પ્રદેશ મહામંત્રી સાથે ચર્ચા કરી હતી અને રાજ્યની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે પ્રદેશ કોર કમિટીની બેઠક પણ મળી હતી.

BJP state conclave in Pune: વિધાનસભા માટે નવા ચહેરાઓ પર વિચાર કરવો જોઈએ….

શાહને જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં વાતાવરણ ભાજપ માટે બહુ અનુકૂળ નથી અને તેના કાર્યકરો અને પદાધિકારીઓ હાલ મૂંઝવણમાં મૂકાયા છે. શાહાએ પોતાના ભાષણમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો.

ગત વિધાનસભા ચૂંટણી (2019)માં જ્યાં સારું મતદાન થયું હતું, ત્યાં વોટ શેરમાં ઘટાડો કયા કારણોસર થયો? આ બેઠકમાં સંગઠનો, ધારાસભ્યો, પૂર્વ કોર્પોરેટરો અને જિલ્લા પરિષદના પૂર્વ સભ્યો તેમની તાકાત હોવા છતાં કેમ પાછળ રહી ગયા તેની ચર્ચા કરવામાં આવી હતી.

શાહે માંગ કરી હતી કે, જે ધારાસભ્યોનો ( MLAs ) નાગરિકો સાથે બહુ સંપર્કમાં નથી અને સોશિયલ મીડિયા પર પણ પક્ષનું વલણ વ્યક્ત કરવામાં નિષ્પ્રભાવી છે, તેમને હવે ઘરનો રસ્તો બતાડવો જોઈએ અને વિધાનસભા માટે નવા ચહેરાઓ પર વિચાર કરવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો  :  RSS : હવે RSSના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓ ભાગ લઈ શકશે, 58 વર્ષ જૂનો નિર્ણય સરકારે બદલ્યો; વિપક્ષે સરકાર સાધ્યું નિશાન

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More