Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના આ નેતાને ભાજપના ચંદ્રકાંત પાટીલે માનસિક દર્દી ગણાવ્યા, કહ્યું- તેમને ડોકટરના નિરીક્ષણ હેઠળ મુકવાની આવશ્યકતા છે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

સોમવાર.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વિવાદાસ્પદ નિવેદન કરનારા મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ ફરી એકવાર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેથી તેઓ ફરી ભાજપના રડાર પર આવી ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે તો એટલે સુધી કહી દીધું કે નાના પટોલે માનસિક દર્દી હોઈ તેમને ડોકટરોને નિરીક્ષણ હેઠળ મુકવાની આવશ્યકતા છે.

થોડા દિવસ પહેલા નાના પટોલેએ એક જાહેર સભામાં વિવાદસ્દ નિવેદન આપતા કહ્યું હતું કે, "હું મોદીને શ્રાપ આપી શકું છું, હું તેમને મારી શકું છું." જેને લઈને ભારે હોબાળો થયો હતો. ભાજપે સમગ્ર રાજ્યભર નાના પટોલેના ફોટાના વિરોધમાં 'જોડે માર' આંદોલન કર્યું હતું. ભારે વિવાદ થતા નાના પટોલેએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે મારું નિવેદન મોદી નામના ગેંગસ્ટરને સંબોધીને હતું. થોડા દિવસ બાદ મોદી નામનો ગુંડો આગળ આવ્યો હતો અને તેણે પોતાનું નિવેદન પણ આપ્યું હતું કે લોકો તેમને મોદી કહે છે કારણ કે તેમણે તેમની પત્નીને છોડી દીધી છે. 

કોરોના ગ્રહણ, ગુજરાતમાં વધતા કેસ વચ્ચે આ જિલ્લામાં સ્થિત બહુચરાજી મંદિર વધુ આટલા દિવસ બંધ રહેશે; જાણો વિગતે 

મોદી નામના કહેવાતા આ ગુંડા નિવેદનનો આધાર લઈને નાના પટોલેએ ફરી એકવાર વડા પ્રધાન મોદી માટે આપત્તિજનક નિવેદન આપ્યું છે કે "જે પોતાની પત્નીને છોડી દે છે તે મોદી છે," તેને પગલે નાના પટોલે ફરી એક વખત ભાજપના નિશાના પર આવી ગયા છે.

નાના પટોલે ફરી બફાટ કરતા મહારાષ્ટ્રના ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે તેમની ટીકા કરતા કહ્યું હતું કે 'નાના પટોલેના શરીરમાં કંઈક ગરબડ હશે. તેમને ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવા જોઈએ. તેની માનસિક અને શારીરિક તપાસ થવી જોઈએ.  પટોલે વડાપ્રધાન પદ પર બેઠેલા વ્યક્તિ વિશે વાત કરીને પ્રસિદ્ધિ મેળવવાની તેમની પાર્ટીની નીતિનો અમલ કરે છે? એવો સવાલ પણ  પાટીલે કર્યો હતો અને કહ્યું હતું કે રાજકારણનું સ્તર કેટલું નીચે ગયું છે. 

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version