ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર
ભલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતનરામ માંઝીએ બ્રાહ્મણો સાથે દુર્વ્યવહાર કરવા બદલ માફી માંગી લીધી હોય, પરંતુ હાલ મામલો શાંત થતો જણાયો નથી. સોમવારે જીતનરામ માંઝી વિરુદ્ધ બિહારની કોર્ટ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી હતી. આ મામલે બિહાર બીજેપી નેતા ગજેન્દ્ર ઝાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. માંઝી પર પ્રહાર કરતા તેણે કહ્યું કે, જે પણ બ્રાહ્મણનો પુત્ર માંઝીની જીભ કાપી નાંખે છે, તેને 11 લાખ રૂપિયા આપશે.
જ્યારે બીજેપી નેતા તરફથી જીતનરામ માંઝીની જીભ કાપવાની વાત બહાર આવી ત્યારે માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચાએ પણ વળતો જવાબ આપ્યો. હિન્દુસ્તાની આવામ મોરચાના પ્રવક્તા દાનિશ રિઝવાને મીડિયાને કહ્યું કે, જીતનરામ માંઝી માટે ભાજપના નેતાઓ દ્વારા સતત અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. ગજેન્દ્ર ઝાએ જીતન માંઝીની જીભ કાપવાની વાત કરી છે. શું આ દલિતોના અપમાનની વાત નથી? દાનિશ રિઝવાને કહ્યું કે હું બિહાર ભાજપના ટોચના નેતાઓને કહેવા માંગુ છું કે તેઓ પોતાના લોકોને સમજાવે કે આ બધું યોગ્ય નથી.
વડાપ્રધાન મોદીની ચેતવણી છતાં ગૃહમાં ભાજપના આ ૧૦ સાંસદો હાજર નહીં. જાણો તેમના નામ અહીં.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝીની જીભ કાપનારને 11 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરનાર બીજેપી નેતાને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે અભદ્ર ભાષા ક્યારે પણ સાંખી શકાય નહીં. જીતનરામ માંઝીના બ્રાહ્મણો વિશેના નિવેદન બાદ બીજેપી નેતા ગજેન્દ્ર ઝાએ જાહેરાત કરી હતી કે જેઓ માંઝીની જીભ કાપશે તેમને તેઓ 11 લાખ રૂપિયા આપશે. પાર્ટીએ આની કડક પ્રતિક્રિયા આપી છે અને તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે સાથે જ 15 દિવસમાં સ્પષ્ટીકરણ આપવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જીતન રામ માંઝીએ ૧૯ ડિસેમ્બરે પટનામાં એક જાહેર સભા દરમિયાન બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે હું નાનો હતો, ત્યારે સત્યનારાયણ પૂજાની પ્રથા અમારા સમુદાયમાં બહુ લોકપ્રિય નહોતી. આજકાલ લગભગ દરેક ઘરમાં સત્યનારાયણ પૂજાની પ્રથા છે. એનાથી પણ વધુ ચિંતાની વાત એ છે કે અમારા ઘરે બ્રાહ્મણો (પંડિતો) આવે છે. પૂજા કરે છે, પરંતુ તેઓ અમારા ઘરમાં ખોરાક લેતા નથી. તેઓ ર્નિલજ્જતાથી અમારા ઘરમાં ભોજન ખાવાને બદલે અમારી પાસે પૈસા (દક્ષિણા) માંગે છે.