ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
તમિલનાડુમાં પોતાને પ્રસ્થાપિત કરવા કમર કસી રહેલી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર મુદ્દે ફજેતો થઈ ગયો છે. વાત જાણે એમ છે કે, ભાજપના તામિલનાડુ યુનિટે પોતાના પ્રચાર અર્થે તામિલનાડુ કલ્ચરનો ઉલ્લેખ થતો હોય એવો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં જે મહિલા કલાકારને ભરતનાટ્યમ કરતા દર્શાવવામાં આવ્યા છે, તે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદંબરમ ના પત્ની છે. એટલું જ નહીં વિડીયોમાં જે ગીતનો ઉલ્લેખ થયો હતો, તે ડીએમકેના ભૂતપૂર્વ પ્રમુખ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિએ લખ્યું હતું.
જોકે આ વાતનો ખુલાસો થતાં ભાજપે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી વિડીયો હટાવી દીધો હતો.પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ ના દિકરા કાર્તિ ચિદંબરમ ના ધર્મપત્ની શ્રીનિધિ એક આર્ટિસ્ટ ની સાથે મેડિકલ પ્રોફેશનલ પણ છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં ભાજપના આ કેમ્પેન ને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યું હતું.