ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે મારા ચહેરાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કર્યો છે. બાળ ઠાકરેની 96મી જન્મ તિથી નિમિત્તે શિવસૈનિકો સાથે સંવાદ સાધતા સમયે તેમણે એમ કહ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપની અપ્રત્યક્ષ રીતે ટીકા કરતા કહ્યું હતું કે બે ત્રણ મહિના સારવાર પાછળ ગયા હતા. જેમને મારી તબિયતની કાળજી લેતા હતા, તે વિરોધીઓને હું ભગવાનું તેજ બતાવવાનો છું. મારી કાળજી લેનારા વિરોધકો આપણા વિરોધીઓ જ હતા, જેમને શિવસેનાએ પોસયા છે. છેલ્લા 25 વર્ષ શિવસેના સાથે તેઓ યુતિમાં સડયા હતા.
ભાજપ પર કટાક્ષ કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હિંદુત્વ માટે આપણને સત્તા જોઈએ છે. આજે તેમનું હિંદુત્વ એ સત્તા માટે છે. તેઓ શિવસેનાની ટીકા કરે છે. શિવસેનાએ હિંદુત્વ છોડ્યું નથી. અમે ભાજપને છોડયું છે, હિંદુત્વને નહીં.
અમીત શાહે શિવસેનાની ટીકા કરી હતી કે એકલા લડો. શિવસેનાએ તે ચેલેન્જ સ્વીકારી હતી. ચેલેન્જ આપવાની અને પાછળ EDને લગાવો. આ કંઈ બહુ શૌર્યની વાત નથી એવી ટીકા પણ ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.
શિવસેનાએ મોદી-શાહના ચહેરાનો ઉપયોગ કર્યો હતો. તો ભાજપે પણ મારા ચહેરાનો ઉપયોગ કર્યો હતો એવી તીખા શબ્દોમાં ઉદ્ધવે ભાજપ આકરા પ્રહાર પણ કર્યા હતા. તેઓ ચૂંટણીની અરજી ભરતા સમયે આપણને આગ્રહ કરીને બોલાવ્યા હતા. કારણ કે તેમને આપણા ચહેરાનો ઉપયોગ કરવો હતો એવો દાવો પણ ઠાકરેએ કર્યો હતો.