ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર
પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઔપચારિક રીતે ગઠબંધનની જાહેરાત કરી છે.
ભાજપે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પંજાબ પીપલ્સ કોંગ્રેસ (PLC) અને સુદેવ સિંહ ઢિંડસાની પાર્ટીનું ગઠબંધન કર્યું છે.
ગઠબંધન હેઠળ ભાજપ 65 સીટો પર અને કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી લોક કોંગ્રેસ પાર્ટી 35 સીટો પર ચૂંટણી લડશે.
સુખદેવ સિંહ ઢીંડસાની પાર્ટી સંયુક્ત અકાલી દળ-ઢીંડસા 15 સીટો પર ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે ગઠબંધનની ઔપચારિક જાહેરાત પહેલા કેપ્ટન અમરિન્દર સિંહ અને એસએસ ધીંડસાએ અમિત શાહ અને જેપી નડ્ડા સાથે બેઠક કરી હતી.