ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 જુલાઈ 2020
રામ મંદિર વિશે ટિપ્પણી કરવી શરદ પવારને ભારે પડી છે. અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણનો શુભારંભ 5 મી ઓગસ્ટ થી થઈ રહ્યો છે. આને લઈ દેશ-દુનિયાના હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવા સમયે એન.સી.પી.ના નેતા શરદ પવારે "રામ મંદિર બાંધવાથી કોરોના નહીં મટી જાય" એવું ચર્ચાસ્પદ નિવેદન આપી લોકોની લાગણી દુભાવી છે. એવા આરોપો લાગી રહ્યા છે.
હવે મારા રાષ્ટ્ર યુવા બીજેપીએ અનોખી રીતે શરદ પવારની આ ટીપ્પણી નો વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે. યુવા બીજેપીના કાર્યકરોએ શરદ પવારના મુંબઈ ખાતેના ઘરે 'જય શ્રીરામ' લખેલા 10 લાખ પત્રો મોકલાવ્યા છે. આની શરૂઆત પનવેલ ખાતેથી કર્યા બાદ રાજ્યભરની અનેક પોસ્ટ ઓફિસમાંથી બીજેપીના કાર્યકર્તાઓએ શરદ પવારને પત્રો પાઠવ્યા છે. યુવા બીજેપી અધ્યક્ષ ના જણાવ્યા મુજબ 'શરદ પવાર વરિષ્ઠ અને સન્માનીય નેતા છે. આમ છતાં ભગવાન રામના મંદિર બાબતે નકારાત્મક ટિપ્પણી કરી લોક લાગણી દુભાવી છે'. આથી ભગવાન એમને સદબુદ્ધિ આપે એવી આશા રાખીએ છીએ..
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની સહિયારી સરકાર રાજ કરી રહી છે. પરંતુ, ત્રણેના એજન્ડા અલગ છે. કોંગ્રેસ અને એનસીપી 'સેક્યુલરિઝમ' ને માની રહ્યા છે. જ્યારે, શિવસેનાનો એજન્ડા દાયકાઓથી 'હિન્દુત્વનો' રહ્યો છે. આમ તેઓની વચ્ચે મતભેદો શરદ પવારના રામ મંદિર વાળા બયાનને લઈ સ્પષ્ટ રીતે ઉપર આવી રહ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com