Site icon

નાગપૂરમાં ભાજપે ગઢ રાખ્યો, વિધાનપરિષદની બેઠક કબજે કરી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્ર વિધાન પરિષદની નાગપુર અને અકોલા સ્વરાજય મતદાર સંઘ માટે થયેલી ચૂંટણીમાં ભાજપે ચમત્કાર સર્જી દીધો હતો. બંને બેઠક પર ભાજપે ભવ્ય વિજય મળીને તે કબજે કરી હતી. મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની રાષ્ટ્રવાદી, શિવસેના અને કોંગ્રેસના મત ફૂટી ગયા હોવાનો દાવો ભાજપે કર્યો હતો.

નાગપુરમાં ભાજપના ચંદ્રશેખર બાવનકૂળે અને અકોલામાં ભાજપના વસંત ખંડેલવાલ જીતી ગયા હતા. આ  ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીના મોટા પ્રમાણમાં મત ફૂટી ગયા હોવાનો દાવો ભાજપે કર્યો છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસના વોટને મોટા પ્રમાણમાં તોડવામાં ભાજપ સફળ થઈ હોવાનું કહેવાય છે.

મહારાષ્ટ્રની વિધાનપરિષદના નાગપૂર મતદારસંઘથી ભાજપના બાવનકુળે જીતી ગયા હતા. નાગપૂર પ્રાધિકારી મતદાર સંઘ ચૂંટણીમાં 549 મત માન્ય રહ્યા હતા. વિજયી ઉમેદવાર માટે 275 મત હોવા જોઈતા હતા. પહેલા રાઉન્ડના મત ગણતરીમાં ચંદ્રશેખરને 362 અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા રવિન્દ્ર (છોટુ) ભોયરને એક અને કોંગ્રેસ સમર્થન આપેલા અપક્ષ ઉમેદવાર મંગેશ દેખમુખને 186 મત મળ્યા હતા. નાગપૂરની વિધાનપરિષદની બેઠક પર મહાવિકાસ આઘાડીના 16 મત ફૂટી ગયા હતા.

અકોલામાં ભાજપે ચમત્કાર કર્યો! રાષ્ટ્રવાદી, શિવસેના અને કોંગ્રેસના 80 મત ફૂટ્યા, જાણો વિગત

પૂરા રાજયનું ધ્યાન નાગપૂરની આ બેઠક પર લાગ્યું હતું. અહીં કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોળે અને ભાજપના નેતા તથા વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ બંનેની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. ચંદ્રશેખર બાવનકુળેને ભાજપ પરથી ટિકિટ આપ્યા બાદ ભાજપમાં આંતરવિગ્રહ જણાયો હતો. બાવનકુળેની પસંદગીથી ભાજપના છોટુ ભોયર નારાજ થઈ ગયા હતા અને તેઓ પક્ષપલટો કરીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કોંગ્રેસે તેમને ઉમેદવારી પણ આપી હતી. પરંતુ મતદાનના 12 કલાક પહેલા નાગપૂરમાં કોંગ્રેસે છોટુ ભોયરને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું  અને અપક્ષ ઉમેદવાર મંગેશને સમર્થન જાહેર કર્યુ હતું. પક્ષમાં આંતરવિગ્રહની નગરસેવકો ફૂટી જાય નહીં તે માટે ભાજપ પોતાના નગરસેવકોને નાગપૂરથી બહાર લઈ ગઈ હતી.

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version