News Continuous Bureau | Mumbai
દેશની રાજધાની દિલ્હી(Delhi0માં હત્યાઓના બનાવો વધી રહ્યા છે
દિલ્હીના ગાઝીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ભાજપ નેતા જીતુ ચૌધરી(Jitu Chaudhary)ની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બદમાશોએ બીજેપી નેતા(BJP Leader) જીતુ ચૌધરી પર 6 ગોળીઓ ચલાવી દીધી.
બદમાશોએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો જ્યારે જીતુ ચૌધરી મયુર વિહાર ફેઝ 3 સ્થિત તેના આવાસમાંથી બહાર આવી રહ્યા હતા.
ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને નોઈડાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પ્રાથમિક તપાસ બાદ પોલીસે મિલકત વિવાદની આશંકા વ્યક્ત કરી છે હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : આ એક્સપ્રેસ વે બનાવવા માટે બલી ચડશે 11000 વૃક્ષો, સુપ્રીમ કોર્ટે પ્રોજેકટને આપી લીલી ઝંડી