Site icon

નારાયણ રાણેને જામીન મળ્યા બાદ ભાજપની મહત્વની જાહેરાત, ‘જન આશિર્વાદ યાત્રા’ આ તારીખથી થશે શરૂ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરાયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મહાડ કોર્ટે જામીન આપ્યા છે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને જામીન મળતા જ ભાજપે મહત્વની જાહેરાત કરી છે.  

ભાજપના નેતા પ્રવીણ દારેકરે જણાવ્યું કે, નારાયણ રાણે એક દિવસ આરામ કરશે અને ગુરુવાર એટલે કે 24 ઓગસ્ટથી ‘જન આશીર્વાદ યાત્રા’ શરૂ કરવામાં આવશે. 

અગાઉ પોલીસે રાણેની ધરપકડ બાદ તેમને રાયગઢ જિલ્લાની મહાડ સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટમાંથી રાણેના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,રાણેના વિવાદાસ્પદ નિવેદન સામે પુણે, નાસિક અને મહાડમાં કેસ નોંધાયા છે. પુણે અને નાસિક પોલીસે તેની ધરપકડ માટે વોરંટ જારી કર્યું હતું. જેમાં ધરપકડ ટાળવા માટે રાણેએ રત્નાગિરિ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી.

આપને જણાવવું રહ્યુ કે, રાણેએ મહારાષ્ટ્રમાં જન આશિર્વાદ યાત્રા શરૂ કરી ત્યાર થી અત્યાર સુધીમાં તેમની સામે 49 FIR નોંધવામાં આવી છે. જો કે, આમાંના મોટાભાગના કેસો કોવિડ નિયમોના ઉલ્લંઘન બદલ નોંધવામાં આવ્યા છે.

થપ્પડ કી ગુંજ : કોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને બે-શરત ઉપર રાણેને જામીન આપ્યા, જાણો જામીનની શરતો

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version