Site icon

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત,ભૂપેન્દ્ર પટેલનો શપથ ગ્રહણ સમારોહને મેગા શો બનવવાની તૈયારીઓ : સી. આર પાટીલએ શું કહ્યું જાણો

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ જીતનો સંપૂર્ણ શ્રેય પીએમ મોદીને આપવો જોઈએ. પટેલે જણાવ્યું કે શપથ ગ્રહણ 12 ડિસેમ્બરે થશે. આ દરમિયાન પીએમ મોદી અને અમિત શાહ હાજર રહેશે.

Bhupendra Patel's

Bhupendra Patel's

News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભાજપે પણ ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને મેગા શો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ શપથ ગ્રહણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ મોટા નેતાઓ સામેલ થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો બમ્પર વિજય થયો છે. પાર્ટી 150થી વધુ સીટો જીતતી જોવા મળી રહી છે. 1962માં ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારથી કોઈપણ પક્ષની આ સૌથી મોટી જીત છે. આ પહેલા 1985માં કોંગ્રેસે 149 સીટો જીતી હતી.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે આ ભાજપની ઐતિહાસિક જીત છે. હું ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું. હું નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ભાજપને જીતવા માટે ખૂબ મહેનત કરી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : કુતિયાણામાં કાંધલ જાડેજા ફરી એક વાર કીંગ સાબીત થયા છે

વધુમાં જાણવું હતું કે,આ જીતના શિલ્પી પીએમ મોદી છે. હું અમિત શાહનો આભાર વ્યક્ત કરું છું, તેમણે 33 જાહેર સભાઓ અને રોડ શો કર્યા.

કોંગ્રેસ અને આપ પર પ્રહાર કરતાં કહ્યું કે અહીં કોઈએ લખ્યું છે કે અમે જીતીશું. તો કોઈ કહેતું હતું કે પરિવર્તન આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતના પરિણામો સ્પષ્ટ છે.ચૂંટણી ગુજરાતીઓ લડી રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. અમે સંકલ્પ કર્યો હતો કે અમે ગુજરાતમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવીશું. અમે ગુજરાતની જનતા અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે દિવસ-રાત કામ કરીને ભાજપને જીત અપાવી.
 
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ જીતનો સંપૂર્ણ શ્રેય પીએમ મોદીને આપવો જોઈએ. પટેલે જણાવ્યું કે શપથ ગ્રહણ 12 ડિસેમ્બરે થશે. આ દરમિયાન પીએમ મોદી અને અમિત શાહ હાજર રહેશે.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version