ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ભાજપના નેતા કિરીટ સોમૈયા મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનોનાં એક પછી એક કૌભાંડો બહાર કાઢી રહ્યા છે. એથી મહાવિકાસ આઘાડી સરકારમાં એક પ્રકારનો ધ્રાસ્કો ફેલાઈ ગયો હોવાનું જણાઈ રહ્યું છે. રાજ્યના ગ્રામીણ વિકાસપ્રધાન હસન મુશ્રીફ પર ભ્રષ્ટાચારનો આરોપ કર્યા બાદ ફરી એક વખત સોમૈયાએ તેમના પર નિશાન તાક્યું છે. સોમૈયાના સતત આરોપને પગલે રાજય સરકારે હસન મુશ્રીફના જમાઈ મતીન મંગોલીની મૅનેજમેન્ટ કંપનીને આપેલો 1,500 કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ રદ કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે સોમૈયા આ અગાઉ શિવસેનાના નેતા અને પરિવહનપ્રધાન અનિલ પરબ પર ભ્રષ્ટાચારનો આરોપ કરી ચૂક્યા છે, એને પગલે તેમને નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સામે હાજર થવું પડવાનું છે, તો નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે પણ તેઓ ભ્રષ્ટાચારનો આરોપ કરી ચૂક્યા છે.
કાશ્મીરના જંગલમાં છુપાઈ બેઠેલા આતંકવાદીઓને શોધી કાઢવા ભારતીય સેનાએ આ મોડસ ઓપરેન્ડી અપનાવી; જાણો વિગત